________________
ધર્મ અને ધર્મનાયક બનાવવા ચાહિએ છીએ તે ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ! એ વિષે વિચારવું આવશ્યક નથી ?
માતા ઘડીએ ઘડીએ બાળકો તરફ ગાળો ભાંડતી હોય, પિતા ઘડીએ ઘડીએ માતા ઉપર ચીડાતા હોય અને ઉદ્ધતપણે વર્તતે હેય
ત્યાં બાળકોને હજાર ભયેથી બીવડાવીએ વા મારકૂટ કરીએ તે પણ તેઓ કદી સુસંસ્કારી વા વિનયી થવાના નથી. - બાળકોને બીવડાવનાર માતાપિતા કે સમાજ પૂછશે કે બીવડાવવામાં હિંસા શું થઈ?
જો કે એ પ્રવૃત્તિમાં ચેકની બાળહત્યા છે. છતાં વિશેષ સ્પષ્ટીકરણ માટે ભયની પદ્ધતિનું જરા વિશેષ પૃથક્કરણ કરીએ –
બાળક રડે, હઠે ચડે કે કહ્યું ન માને તે બાળકનાં હિતેચ્છુએને સૌથી પહેલાં બાળકો તરફ આવેશ આવે છે. આવેશ આવતાં જ મુખથી ગાળાની વૃષ્ટિ વરસે છે. અને અને હાથ-પગ વગેરેના મારથી બીચારા અણસમજુ બાળકો ઉપર હલ્લે કરવામાં આવે છે.
આમાં આવેશવૃત્તિ, આવેશવૃત્તિથી થતાં ગાલીપ્રદાન અને દંડ એ બધું પ્રત્યક્ષ હિંસારૂપ છે.
આવેશ આવતાં આવેલી મનુષ્ય સારાસારનું ભાન ભૂલી જાય છે. એ ભાન જતાં, ભાષાને વિવેક ખતમ થાય છે અને સાથે જ ઊગતા છોડને છુંદવા પણ દોડી જવાય છે. વળી વધારામાં આ પ્રવૃત્તિથી બાળકને તે લાભને બદલે હાનિ જ થાય છે. બાળક ગાળા ભાંડતાં શીખે છે અને ભયભીત બાળકનું મગજ કેટલીકવાર ભયથી એવું બહેર મારી જાય છે કે પછી તે હમેશાંને માટે ધીઠ બની જાય છે અને એ ધીઠાઈમાંથી બીજા અનેક દુર્ગુણો બાળકમાં પેદા થાય
*પ્રશ્નવ્યાકરણ નામના સૂત્રમાં હિંસાસ્થાને જણાવતાં “વીદા” એ શાસ્ત્રીય શબ્દદ્વારા ભયને હિંસા અને ભય પેદા કરનારને હિંસક તરીકે વર્ણવેલ છે.