________________
નગરસ્યવિર
કોઈપણ રાજ્ય કેવલ સત્તાના બળ ઉપર ચાલી શકતું નથી. ગ્રામસ્થવિર અને નગરવિર રાજા અને પ્રજા વચ્ચે નેહસંબંધ સ્થાપિત કરે છે એટલા જ માટે સાચો નગરસ્થવિર જ નગરમાં સુખશાન્તિનું સામ્રાજ્ય ફેલાવી શકે છે.
જે નગરમાં પરસ્પર સ્નેહ-સભાવ અને સહકાર-સહાનુભૂતિ નથી તે નગરનો ઉદ્ધાર થે બહુ મુશ્કેલ છે. જે નગરજને “આપણે શું કરીએ” “જે કરે તે ભગવે ” બીજાના કામમાં આપણે વચ્ચે શા માટે પડવું જોઈએ !” આ પ્રમાણે પરસ્પર ઉપેક્ષાભાવ રાખી કુટુખીઓને, સગાંસંબંધીઓને, આડોશીપાડોશીઓને તથા પિતાના નગરબંધુઓને સહાયતા કે સહકાર આપતા નથી તે નગરજનો પિતાના હાથે નગરનું પતન કરી રહ્યા છે એમ માનવું જોઈએ.
માનવહૃદય જ એવા પ્રકારનું છે કે તે કેઈનું દુઃખદર્દ જોઈ એકદમ કવિત થઈ જાય છે. આ એક પ્રાકૃતિક ગુણ છે. જે મનુષ્ય એક નગરબંધુને સહકાર કે સહાનુભૂતિ ન આપે તે સમજવું જોઈએ કે તેનું મનુષ્યહૃદય ગૂમ થઈ ગયું છે; મનુષ્યાકારમાં તે પશુ જેવું આચરણ કરી રહ્યો છે.
એક અંધ પુરુષ અંધતાને કારણે ખાડામાં પડી રહ્યો છે. તેની પાસે એક તેજસ્વી આંખેવાળે પુરુષ ઊભો ઊભો આંધળા પુરુષને ખાડામાં પડતો જુએ છે; છતાં “એ અંધપુરુષ જીવે કે મરે “તેથી આપણે શું” એમ કહી તેની ઉપેક્ષા કરે છે અને તે અંધ પુરુષને બચાવતું નથી. તે આ બન્નેમાં ખરે આંધળો કોણ ? આ પ્રશ્નનો જવાબ બધાના મુખમાંથી એ જ નીકળશે કે; “દેખતે છતાં ઊભે રહેનાર તે આંધળો છે.”
મિત્રો! આપણે બધા મનુષ્યો છીએ. વિવેકબુદ્ધિને ધારણ કરનાર મનુષ્યમાં આટલી બધી નિર્દયતા ક્યાંથી આવી ગઈ કે એક ૧૧