________________
૧૭૮
ધર્મ અને ધર્મનાયક જોઈએ. રાષ્ટ્રધર્મને ભૂલી જઈ, જે કેવળ પિતાના સ્વાર્થને સાધવા માટે ગાંધીજી જેવા રાષ્ટ્રહિતચિંતક અને રાષ્ટ્રસેવક ઉપર પેટા અને અનુચિત આક્ષેપ કરે છે તે ખરેખર બહુ જ ખરાબ છે. હા, કોઈને ગાંધીજી સાથે બીજી કોઈ વાતમાં મતભેદ હોઈ શકે છે પણ રાષ્ટ્રધર્મની દૃષ્ટિએ તેમને રાષ્ટ્રસેવાને આદર્શ ન માનો અને ઊલટું એ આદર્શને અવગણવો એમાં બુદ્ધિમત્તા નથી, તેમ સ્વદેશભાવના પણ નથી.
સાંભળવામાં આવે છે કે, પહેલાં આજ ભારતવર્ષમાં એક રૂપિયાના છ મણ ચેખા મળતાં અને એક રૂપિયાનું ત્રીસ શેર ઘી મળતું તે તે સમયે કપડાંનો ભાવ કે હશે ? ખૂબ સસ્તે. ખરેખર પ્રાચીન સમયમાં ભારતવર્ષ ધનસંપત્તિથી ખૂબ જ સંપન્ન હતે.
હા, ભલે તે વખતે ભારતવર્ષમાં રૂપિયાનો ખન-ખન અવાજ આજની માફક સંભળાતે ન હોય પણ દેશ ત્યારે ધનસંપન્ન અને ધાન્યસંપન્ન હતો. આજની માફક ત્યારે ખાવાના ફાફાં મારવાં ન પડતાં. અત્યારે રાષ્ટ્ર શ્રીસંપન્ન નથી તેમ ધાન્યસંપન્ન પણ નથી. ભારતવાસીઓ પિતાના હાથે ભારતના કલ્પવૃક્ષને વિદેશી માલની કુહાડીથી ઉખેડી નાંખ્યું છે. કલ્પવૃક્ષનાં મીઠાં ફળ આપણે ચાખવા હોય તો આપણે સર્વપ્રથમ વિદેશી માલની કુહાડીને દૂર ફેંકી દેવી પડશે અને જે હાથે કલ્પવૃક્ષને ઉખેડી નાંખ્યું છે તે જ હાથે કલ્પવૃક્ષને સ્વદેશી માલના જલસિંચનદ્વારા નવપલ્લવિત કરવું પડશે અને ભારતના એ કલ્પવૃક્ષની છત્રછાયા નીચે અનેક શ્રમજીવી પિતાને જીવનશ્રમ હલકે કરશે.
પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ પોતાના વ્યાખ્યાનમાં પ્રાયઃ કહેતા હતા કે, જ્યારે અન્ન-વસ્ત્ર સસ્તાં અને તેના ચાંદી માધાં હોય તે તે જમાને પુણ્યનો અને સોના ચાંદી સસ્તા અને અન્નવસ્ત્ર મેઘાં હોય તો તે જમાને દુર્ભાગ્યને સમજવો જોઈએ, કારણ કે સોનાચાંદીદાર કાંઈ આપણા જીવનની આવશ્યક્તા પૂરી થતી