________________
ધર્મ અને ધર્મનાયક રાષ્ટ્રોદ્ધારક નરવીર છે અને મુશ્કેલીઓથી ડરે એવા ક્યાં હતા ! એ નરવીર તે પરાધીનતાથી ડરતા હતા. સ્વદેશને સ્વતન્ન રાખવા માટે એ તે હસ્તે મુખે પિતાને પ્રાણ પણ પાથરવા તૈયાર હતા. જે પ્રતાપી પ્રતાપને સ્વાતંત્ર્યની તમન્ના ન હતા તે તેના ચરણે બધાં આનંદ-ઉપભોગો પ્રસ્તુત હતાં. રાણા પ્રતાપે તે દેશની સ્વાતંત્રરક્ષા માટે આનંદ-ઉપભેગોને લાત મારી દુઃખ અને કષ્ટોને સ્વેચ્છાએ સ્વીકારી લીધાં હતાં. જ્યાં સુધી સ્વદેશના સ્વાતંત્ર્ય માટે ત્યાગવૃત્તિ અને સાથે સાહસવૃત્તિ રાષ્ટ્રપ્રજામાં પેદા થતી નથી ત્યાં સુધી રાષ્ટ્રધર્મનું બરાબર પાલન થતું નથી અને પરિણામે રાષ્ટ્રની ઉન્નતિ કે પ્રતિષ્ઠા પણ જામતી નથી.
જે દેશમાં સ્વાતંત્ર્યપુજારી મહારાણા પ્રતાપ જેવા થયા તે જ દેશની પ્રજા આજે રાષ્ટ્ર પ્રતિ પિતાની કર્તવ્યભાવના ભૂલી ગઈ છે !
જે રાષ્ટ્રનું અન્ન આપણે ખાઈએ છીએ તે રાષ્ટ્રને ભૂલી જો એ ઘેર કૃતઘ્નતા છે. એવી એકપણ ચીજ નથી કે જે રાષ્ટ્ર સાથે સીધે સંબંધ ધરાવતી ન હોય, તે જે રાષ્ટ્રને ઉપકારથી આપણે આપણે જીવનવ્યવહાર ચલાવીએ છીએ એ ઉપકારી રાષ્ટ્ર પ્રતિ અપકાર બતાવ એ કેટલી અમાનુષિતા છે !
ભારતવર્ષમાં અજ્ઞાનઅંધકાર એટલે બધો ફેલાઈ ગયો છે કે ક્યાંય રાષ્ટ્રીયભાવનાની જ્યોતિ દેખાતી નથી. આ જ અજ્ઞાનને કારણે આજે ભારતના પગમાં પરતન્નતાની બેડીઓ જકડાયેલી છે. એ આનંદને વિષય છે કે રાષ્ટ્રવિરોના સતત પ્રયત્નથી રાષ્ટ્રીય ભાવનાની ચીનગારીઓ સળગતી જોવામાં આવે છે.
હું પૂછું છું કે સમસ્ત સંસારને અજ્ઞાનઅંધકારથી તારનાર તીર્થકર પ્રભુ કયાં જન્મ્યા હતા ! આ જ ભારતભૂમિમાં!
જે ભારતભૂમિને તીર્થકર ભગવાને પદાર્પણ કરી પવિત્ર કરી, જે ભૂમિ ઉપર ઉગ્ર વિહાર કરી જનસમાજને સત્ય ધર્મને ઉપદેશ