________________
૧૯૧
ભ્રમ અને ધર્મ નાયક
આવી પવિત્રભૂમિનું જ્યાં અપમાન થતું હોય તે પવિત્ર ભૂમિનાં પુત્ર ખીજાના બંધનમાં સપડાયા હોય તે કેટલા દુ:ખની વાત છે. આ દુઃખનું પ્રધાન કારણુ રાષ્ટ્રે પ્રતિ હૃદયમાં શ્રદ્ધાભાવ અને ભક્તિભાવને અભાવ અને રાષ્ટ્રસ્થવિરની આજ્ઞાને અસ્વીકાર છે. યુગધર્મના પ્રતાપે રાષ્ટ્રધર્મ પતિ શ્રદ્ધાભાવ અને રાષ્ટ્રવિર પ્રતિ ભક્તિભાવ પ્રગટ થતા જાય છે એ આનંદના વિષય છે.
દેશના નાયકાનું કહેવું છે કે, જે મનુષ્ય પોતાના રાષ્ટ્રના માનાપમાનનું ધ્યાન રાખતા નથી તે મનુષ્યનું માન ત્રિકાલમાં પણ વધવા પામતું નથી.
રાષ્ટ્રાહારમાં પોતાના, સમાજતા અને ધર્મના ઉદ્ધાર રહેલા છે આ સાચી વાતને જે રાષ્ટ્રસેવક સ્વીકાર કરે છે તેને નિશ્ચય કરી લેવા જોઈએ, કે, સ્વદેશી વસ્ત્ર કે સ્વદેશી ચીજો વાપરવામાં સ્વદેશને, સમાજના અને ધર્મના ઉદ્ધાર રહેલા છે અને વિદેશી વસ્ત્ર કે વિદેશી વસ્તુઓના વપરાશમાં સ્વદેશને, સમાજના અને ધર્મના વિનાશ રહેલા છે. ધાર્મિક દૃષ્ટિબિન્દુએ આ વાતને વિચારવાથી તમારા નિશ્ચય વધારે
દૃઢ થશે.
રાષ્ટ્રનું ગૌરવ સાચવવું અને વધારવું એ પ્રત્યેક રાષ્ટ્રપ્રજાની પવિત્ર ફરજ છે અને આ પવિત્ર કવ્યનું ભાન પ્રજાને પોતાના ત્યાગધર્મદ્રારા કરાવી રાષ્ટ્રને ગૌરવાન્વિત કરવા એ રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે.
રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રનાયકની આજ્ઞા શિરેાધા કરવી એમાં જ રાષ્ટ્રાહાર રહેલા છે.