________________
રાષ્ટ્રસ્થવિર આ તે પવિત્રભૂમિનું મહત્ત્વ કેટલું હશે? તે સમજવું જોઈએ. ભારતભૂમિ વાસ્તવમાં પવિત્રભૂમિ છે–પુણ્યભૂમિ છે.
ભૂશાસ્ત્રવિશારદોએ ભારતભૂમિની પ્રકૃતિનું બરાબર અધ્યયન કરી કહ્યું છે કે, ભારતભૂમિ પારસભૂમિ છે. આ પુણ્યભૂમિમાં માનવીય આવશ્યકાઓની પૂર્તિ માટે દરેક ચીજ ઉત્પન્ન થાય છે. આવશ્યકતાપૂર્તિની દષ્ટિએ તે આ દેશ સ્વતંન્ન છે. કેઈપણ વસ્તુ માટે ભારતવર્ષને બીજા દેશ પાસે યાચના કરવી પડતી નથી. આથી વિર દ્ધ એવું સાંભળવામાં આવે છે કે ઈંગ્લેન્ડ આદિ પાશ્ચાત્ય દેશમાં બટેટાં આદિ પદાર્થો તે ખૂબ પેદા થાય છે પણ જેના વિના મનુષ્યજીવનને વ્યવહાર ચાલી શકતું નથી તે ઘઉં આદિ ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ ત્યાં બહુ ઓછી થાય છે. જે ભારત કે બીજા ઉપજાઉ દેશમાંથી ત્યાં અનાજને નિકાસ કરવામાં ન આવે તે ઇંગ્લેંડવાળાએને ખાવામાં પણ સાંસાં પડી જાય. પણ જે ભારતમાં કોઈપણ ચીજ વિદેશમાંથી ન આવે તે પણ ભારતને બધે જીવનવ્યવહાર સુખપૂર્વક ચાલી શકે એમ છે. ભારતભૂમિની આ જ મોટી વિશેષતા છે. ભારતભૂમિ આજે સ્વતંત્ર હોય તે આખા વિશ્વને સુખશાન્તિ આપવાની શક્તિ તેનામાં રહેલી છે પણ પરતન્નતાએ એ શક્તિને ચૂસી લીધી છે.
આપણી ભારતભૂમિમાં ગંગા-યમુના જેવી અનેક સુખદાયક મોટી નદીઓ વહે છે અને હિમાલય જે અદ્વિતીય-ઊંચો પર્વત ભારતની રક્ષા કરે છે. જે ભારતદેવની પ્રકૃતિદેવી સેવા કરે છે ત્યાં સ્વાભાવિક સુખશાન્તિ હોય એમાં શું આશ્ચર્ય ? એક કવિએ ઠીક જ કહ્યું છે કે “જે દેશમાં પર્વત જેવાં ઊંચા હોય છે તે દેશના મહાપુરુષો પણ એવા જ ભાવનામાં ઉચ્ચ હોય છે.”
ભ૦ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષને આ ભારતભૂમિએ વિશ્વને સમર્યા છે. એવી રત્નગર્ભા ભારતભૂમિ છે.