________________
૧૮૮
ધર્મ અને ધર્માયક રહ્યા છે; છતાં પણ પોતાના દેશની બનેલી ઘી ચીજ વાપરતાં તેઓ ભૂલી શક્યા નથી. એ જ તેમની રાષ્ટ્રભક્તિનો પરિચય આપે છે. જ્યારે ભારતીઓ ભારતવર્ષમાં જ રહેવા છતાં, દેશ પરતત્ર અને પતનની અવસ્થામાં હોવા છતાં પણ વિદેશમાં બનેલાં કપડાં–વ તથા બીજી અનેક વિદેશી ચીજો વાપરવામાં ગૌરવ માને છે. એ ખરેખર દેશને માટે મોટું કલંક છે. દેશના આ કાળા કલંકને દૂર કર્યો જ ભારતવર્ષનું મુખ ઉજજવલ બની શકે એમ છે.
ધાર્મિક દૃષ્ટિએ પણ વિદેશી વસ્ત્ર તથા વિદેશી ચીજો વાપરવી નિષિદ્ધ છે. જે વિદેશી વસ્ત્રમાં ચરબીને ઉપયોગ કરવા માટે લાખોકરોડે પશુઓને નિર્દયતાપૂર્વક વધ કરવામાં આવે છે તે વિદેશી વસ્ત્રનો ઉપયોગ ભારતીય–જેમને અહિંસાવાદ આદર્શ છે–તે કેમ કરી શકે? અને જૈનધર્મની દૃષ્ટિએ તે વિદેશી વસ્ત્ર કે વિદેશી ચી કે જેમાં પ્રાણીઓનો વધ કરવામાં આવે છે તેનો નિષેધ કરવામાં આવ્યો હોય તેમાં શંકાને તે જરાય સ્થાન નથી. જેનધર્મની દૃષ્ટિએ વિદેશી વસ્ત્ર તે ત્યાજ્ય જ છે. વિદેશી વસ્ત્રના વપરાશમાં ધર્મભ્રષ્ટતા સ્પષ્ટ રહેલી છે.
જે દેશના મનુષ્ય પોતાના દેશ તથા પિતાના દેશની ચીજની કદર કરી જાણતા નથી તે દેશના મનુષ્યની કદર બીજા દેશમાં રહેતી નથી. કેઈ સાધારણ ગામમાં જે કઈ અંગ્રેજ–પછી ભલે તે બબચ કેમ ન હોય ! તે પણ “સાહેબ આવ્યા, સાહેબ આવ્યા” કહી આપણે તેને સન્માનીએ છીએ. તેથી વિરુદ્ધ ભારતીયોની વિદેશમાં કેવી કદર કરવામાં આવે છે તે કહેવાની જરૂર નથી. મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ‘કુલીબેરીસ્ટર' શબ્દથી કદર કરવામાં આવતી તે વાત સૌ કોઈ જાણે છે. ભારતના અગ્રગણ્ય નેતાઓને વિદેશમાં અપમાનિત થવું પડે છે તેનું મૂળ કારણ શોધીશું તે આપણને
સ્પષ્ટ જણાશે કે આપણું જ ભૂલ આપણને શલની માફક દુઃખ દે છે. જ્યારે ભારતવર્ષને જનસમાજ પિતાના રાષ્ટ્રધર્મને ભૂલી જઈ