________________
૧૮૬
ધર્મ અને ધર્મનાક ચેખા પાછા દઈ, વિદેશી ચોખા ખરીદ લાવ. બિચારે નેકર દડો દેડતો શેઠજી પાસે આવ્યો અને તેને બધી વાત કહી. શેઠજીએ દેશી ચોખા પાછા લઈ લીધા અને વિદેશી ચેખા ચાર ગણી કીંમતે આપ્યા.
કેટલાક દિવસો બાદ શેઠજીની અંગ્રેજ સાહેબ સાથે મુલાકાત થઈ ત્યારે શેઠજીએ તેનું કારણ પૂછ્યું. યુરોપિયને ઉત્તર આપ્યો કે, વિલાયતી ચોખા ખરીદવાથી તેની કીંમત અમારા દેશવાસી ભાઈઓને મળે છે. અમે એવા મૂર્ખ નથી કે વિદેશમાં આવી પોતાના દેશવાસી ભાઈઓને ભૂલી જઈએ અને પિતાના દેશને માલ ન ખરીદતાં વિદેશી માલ ખરીદીએ અને તેના પૈસા દેશવાસીઓને ન પહોંચાડતા અહીંના લેકેને આપીએ ? પહેલે અમારે દેશ છે અને પછી વિદેશ. અમે દેશદ્રોહ કરી અમારા જીવનને કલંકિત કરવા ચાહતા નથી.”
શેઠજી અગ્રેજને દેશપ્રેમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે. અને તેણે પોતે નિશ્ચય કર્યો કે “આપણે પણ દેશી માલને જ વેપાર કરે અને દેશને પૈસે દેશમાં જ રાખવો.”
પાશ્ચાત્ય લેકેના હૃદયમાં દેશપ્રેમ કેવો હોય છે તેનું બીજું એક જવલંત ઉદાહરણ પણ જાણવા જેવું છે –
મુંબઈમાં એક અંગ્રેજે પિતાના નેકરને બુટની એક જોડી ખરીદી લાવવાનું કહ્યું. નેકર એક દેશી દુકાનેથી એક સુંદર બુટની જેડી રૂા. ૫) ની કિમતમાં ખરીદી લાવ્યો. “અંગ્રેજે બુટની જોડી જોઈ. જોતાં જ તેને “made in India’ વાંચ્યું. તે નોકર ઉપર ક્રુદ્ધ થયો અને બેચાર કડવા શબ્દો પણ કહી સંભળાવ્યા કે, મૂર્ખ ! આ દેશી બુટની જોડી કેમ લાવ્યો ? નેકરે કહ્યું –સાહેબ! આપ બુટની જોડી પહેરી તે જુઓ ! તે ટકાઉ અને સુંદર છે. અંગ્રેજે કહ્યું કે, તે દેશી બુટની જોડી ભલે સારામાં સારી હેય પણ મારે તે એ ન જોઈએ. આ બટની જોડી તું પાછી આપી આવ અને મારા માટે વિલાયતી બુટની જોડી અંગ્રેજ કંપનીમાંથી ખરીદી લાવ. વિલાયતી