________________
રાષ્ટ્રસ્થવિર
૧૮૭ બુટની કીંમત ભલે વધારે લાગે. નકર દેશી વેપારી પાસે ગયો અને બુટની જોડી વિષે પિતાની આપવીતી કહી સંભળાવી. ભલા વેપારીએ બુટની જોડી પાછી લઈ લીધી. નેકર એક યુરોપીયન કંપનીમાં ગયે અને ચાર ગણી કીંમત આપી બુટની જોડી ખરીદી લાવ્યા. સાહેબને વિલાયતી બુટ જેમાં અને “ made in England” વાંચતાં તે ઘણો ખુશ થયો. નેકરે સાહેબને પૂછ્યું કે, “આ બુટની જેડી કીંમતમાં ભારી, ટકાઉમાં હલકી અને દેખાવમાં ખરાબ હોવા છતાં પણ તમને ગમે છે અને પહેલી બુટની જોડી કીંમતમાં સસ્તી, ટકાઉમાં મજબૂત અને દેખાવમાં સુંદર હોવા છતાં તમને ગમતી નથી. તેનું શું કારણ? સાહેબે ઉત્તર આપ્યો કે, “યુરોપીયન કંપનીમાંથી ખરીદી લાવેલી બુટની જોડી મારા દેશની બનાવેલી ચીજ છે. જે ચીજ મારા દેશની બનેલી છે તે ચીજ ગમે તેવી હોય છતાં મને પસંદ કેમ ન હોય ? પછી ભલે તે ચીજ કીંમતમાં મોંઘી હોય કે ટકાઉમાં હલકી હોય ? મારા દેશની ચીજ ખરીદી હું મારા દેશ પ્રત્યે પ્રેમ બતાવું છું. જે દેશે મને પા–પિષ્યો છે તે દેશની અવગણના કેમ કરી શકું ? મારા દેશની ચીજ વાપરતાં મારે દેશ, સાત સાગર, ઉલંઘીને અત્રે હું આવ્યો છતાં, મને યાદ આવી જાય છે અને મારું મસ્તક મારા દેશના ચરણમાં ઢળી પડે છે. દેશ એ મારે દેવ છે. હું દેશને દેવની માફક પૂછું છું.”
ઉપર જે ઉદાહરણ આપવામાં આવ્યાં છે તે કલ્પિત નથી. તે તે ઘટેલાં ઉદાહરણ છે. એ ઉદાહરણોમાંથી આપણને રાષ્ટ્રીય ભાવનાની જે હિતશિક્ષા મળે છે તે હિતશિક્ષા ભારતીઓએ ફરીવાર શીખવાની જરૂર છે. એ હિતશિક્ષામાંથી આપણા દેશને સ્વતન્નતાને મૂલમ મળી આવશે. યુરોપીયનોએ “દેશ એ મારે દેવ છે. સ્વદેશી ચીજ એ દેશદેવની પ્રસાદી છે” એ રાષ્ટ્રીય ભાવનાને જીવનમાં મૂર્ત રૂપ આપ્યું છે. અને તેથી જ તેઓ સ્વાતન્યનું સાચું સુખ અનુભવે છે. તેઓ સાત સાગર ઉલંઘીને અને હજારે માઈલે કાપીને ભારતવર્ષમાં આવી