________________
રાષ્ટ્રવિર
૧૮૫ ઉપકાર કરવાના સમયે “એ તે એના કર્મોનું ફલ છે” એમ કહી દુઃખીઓને સહાયતા ન આપવી એ ઉપકારવૃત્તિને દેશવટો આપવા બરાબર છે. આ દયા નહિ પણ નિર્દયતા છે.
શ્રીમંતાઈ અને ગરીબાઈ એ બન્ને પોતપોતાના કર્તવ્યનાં ફળ છે. શ્રીમંતાઈ એ કઈ શાહુકારી નથી તેમ ગરીબાઈ એ કઈ ગુહે. નથી. જે આજે શ્રીમંત છે તે કાયમને માટે શ્રીમંત રહે અને જે ગરીબ છે તે કાયમને માટે ગરીબ રહે એવો કોઈ શાશ્વત નિયમ નથી. એ તે સંસારની ઘટમાળની જેમ ફર્યા કરે છે. જે રાષ્ટ્રપ્રેમી હોય છે તે શ્રીમંતાઈના સમયમાં ફુલાઈ જ નથી અને ગરીબાઈના સમયમાં ગભરાઈ જતું નથી.
- રાષ્ટ્રોદ્ધારમાં રાષ્ટ્રસંપત્તિને સદુપયોગ કરવો એ પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીનું કર્તવ્ય છે. રાષ્ટ્રધર્મનું રહસ્ય રાષ્ટ્રદ્ધારના કાર્યમાં રહેલું છે. રાષ્ટ્રધર્મ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રીયભાવના જાગૃત કરે છે. જે દેશમાં રાષ્ટ્રપ્રેમ નથી તે દેશને ઉદ્ધાર જલ્દી થી મુશ્કેલ છે.
વર્તમાન સમયમાં અધિકાંશ ભારતીયને રાષ્ટ્રધર્મ પ્રતિ સદ્દભાવ પણ નથી. જ્યારે પાશ્ચાત્ય લેકમાં રાષ્ટ્ર પ્રતિ કે સદ્દભાવ-પ્રેમ હોય છે તે નીચેની સત્ય ઘટનાથી જણાઈ આવશે:–
સાગરમાં એક શ્રાવક દેશી અને વિદેશી બન્ને પ્રકારની વસ્તુઓને વેપાર કરતા હતા. એક દિવસ એક જાણકાર અંગ્રેજે પિતાના નોકરને ચેખા ખરીદી લાવવા તેની દુકાને મેક. શ્રાવકની પાસે ત્યારે દેશી અને વિદેશી બન્ને પ્રકારના ચેખા હતા. પણ વિદેશી ચોખાની અપેક્ષા દેશી ચોખા સારા અને સસ્તા હતા. શેઠજીએ વિચાર કર્યો કે, સાહેબને સારા ચોખા આપવા જોઈએ. એટલા માટે દેશી ચોખા તેણે નોકરને આપ્યા. જ્યારે નેકરે સાહેબને ચોખા બતાવ્યા ત્યારે તે નેકર ઉપર ખૂબ જ નારાજ થયા અને બે ચાર કડવા શબ્દો પણ કહી નાંખ્યા. તેણે નેકરને હુકમ કર્યો કે આ દેશી