________________
ધર્મ અને ધર્મનાયક આવી જ અવ્યવસ્થા ભારતવર્ષમાં ચાલી રહી છે. આ સાદી સીધી વાતને બહુ ઓછા સમજે છે. આજકાલ જ્યાં ગરીબ પ્રત્યે દયાર્દભાવ જ રહેવા પામ્યું નથી ત્યાં રાષ્ટ્રધર્મની ભાવના શી રીતે જાગૃત થાય ?
ભારતવર્ષમાં આશરે છ કરોડથી વધારે મનુષ્યોને કેવળ એક ટંકનું ખાવાનું મળે છે અર્થાત્ પેટપૂરતું ભેજન પણ મળતું નથી.
જ્યાં ભોજનની આટલી મુશ્કેલી છે ત્યાં કપડાંની મુશ્કેલી કેટલી હશે તેનું સહેજે અનુમાન થઈ શકે છે. જયાં એક બાજુ ગરીબોની આવી કંગાળ સ્થિતિ છે ત્યાં બીજી બાજુ કેટલાક ગરીબની સહાયતાથી ધનિક બનેલાઓ મોજશોખમાં, ખાનપાનમાં, રીતરિવાજોમાં, લગ્ન, કારજ આદિ સામાજિક કાર્યોમાં આંધળા બની દ્રવ્યને દુર્વ્યય કરે છે. તેમને તેમના ગરીબભાઈઓના હિતની કશી ચિન્તા નથી. આ કેટલી કૃતઘતા છે? જે ગરીબોની સહાયતાથી તેઓ ધનિક બન્યા છે, પિતાની તિજોરીઓ ભરી શેઠ શાહુકાર બન્યા છે, તે ગરીબ ભાઈઓની દુર્દશા ઉપર જરા પણ વિચાર ન કરવો એ વાસ્તવમાં ઘેર સ્વાર્થીપણું અને અમાનુષિતા જ છે.
કેટલાક સ્વાર્થ સાધકે એવું કહી પિતાની સ્વાર્થવૃત્તિને પરિચય આપે છે કે, ગરીબાએ કર્મોની એવી અંતરાય બાંધી હોય છે કે તેમણે કર્માનુસાર દુઃખો સહેવાં પડે છે તે ધનવાને તેમના પ્રતિ લક્ષ્ય આપવાથી શો લાભ? પારમાર્થિક મનુષ્ય આવું કદાપિ કહી ન શકે. તે તે બરાબર સમજે છે કે જે ગરીબ મનુષ્ય અન્તરાય-કર્મથી દુઃખિત છે તે દુઃખી મનુષ્યો ઉપર જ દયાળુ પુરુષો દયા કરે છે. દીનદુઃખી ઉપર જ દયા કરવામાં આવે છે. જે કઈ દુઃખી ન હોય તે સુખી મનુષ્યોને દાન આપવાને ઉપદેશ દેવાની શી જરૂર છે? પરંતુ બુદ્ધિમાન લેકે એવું સમજે છે કે જેમ હું ઉઘોગથી ગરીબે પાસેથી ધન કમાઉ તેમ મારે ગરીબે ઉપર દયાભાવ રાખી ધર્મ અને પુણ્યનું ઉપાર્જન કરવું શ્રેયસ્કર છે.