________________
રાષ્ટસ્થવિર
૧૯૯
નથી; જ્યારે અન્ન અને વસ્ત્ર તેા ખાવા પહેરવાના કામમાં આવે છે. અને તે દ્વારા જીવનની અનિવાર્ય આવશ્યક્તાની પૂતિ થાય છે. જે રાષ્ટ્રમાં જીવનની અનિવાર્ય આવશ્યક્તા–અન્નવસ્ત્રની પૂર્તિ થઈ રહે છે તે રાષ્ટ્ર પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને જેરામાં અન્નવસ્રની પૂર્તિ પણ થતી નથી તે દેશ હજી અાગતિને પંથે જઈ રહ્યો છે એમ સમજવું જોઈ એ. રાષ્ટ્રાતિ અને રાષ્ટ્ર અવનતિનું માપ કાઢવાની આ ચાવી છે. આપણે રાષ્ટ્રોન્નતિના દ્વારને ખેલવાની આ ચાવી મેળવી લઈશું ત્યારે ભારતને ઉન્નતિના પંથે લઈ જવાના રસ્તા શોધી લીધા છે એમ સમજવું જોઈ એ. અત્યારે રાષ્ટ્રોન્નતિનું દ્વાર બંધ છે. એ ઉન્નતિના દ્વારને ખાલવા માટે અન્ન અને વસ્ત્રની આવશ્યકતાની પૂતિ માટે ચાવીની શેાધ કરવી જોઈએ. ગ્રામેાહાર અને નગરાહાર કરવાથી એ રાષ્ટ્રાહાર થશે. એમ રાષ્ટ્રનાયકાનું કથન તદ્દન સત્ય જણાય છે; કારણ કે ગ્રામ એ અન્ન અને વસ્ત્રોની ઉત્પત્તિનું સ્થાન છે અને નગર અન્ન અને વસ્ત્રોની વ્યવસ્થા કરનારું સ્થાન છે. જ્યારે ગ્રામ અને નગર–રાષ્ટ્રદેહના હાથપગ—જ્યારે સાળં થઈ જશે ત્યારે રાષ્ટ્રદેહ ઉન્નત મસ્તકે હરતાફરતા થશે. આપણે એ વાત ખૂબ ગંભીરતાપૂર્વક સમજી લેવી જોઈએ કે રાષ્ટ્રાહારમાં આપણા ધર્મના ઉદ્ધાર રહેલા છે અને રાષ્ટ્રના અધઃપતનમાં આપણું અને ધર્મનું અધઃપતન રહેલું છે. એ વાત બરાબર સમજી લઈ, તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી રાષ્ટ્રનું અવશ્ય હિત થશે. અને સાથે આપણું અને ધર્મનું પણુ. પેાતાનેા અંગત સ્વાર્થ છેાડી જજે કાઈ રાષ્ટ્રાહાર વિષે વિચાર કરે તે તેને સ્પષ્ટ જણાશે કે, રાષ્ટ્ર સુખી કેમ થાય અને રાષ્ટ્રને સુખી કરવા માટે પેાતાનું શું વ્યૂ છે ? નીચેના એક વ્યાવહારિક દૃષ્ટાન્તથી રાષ્ટ્ર પ્રતિ આપણું શું કર્ત્તવ્ય છે તેનું ભાન થશેઃ—
"6
એક ભક્ત મનુષ્ય ઉપર દેવ પ્રસન્ન થયા. તેણે કહ્યું કે ભક્ત ! તારા ભક્તિભાવથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું.
હૈ !
તા