________________
૧૮૧
રાષ્ટ્રસ્થવિર કોઈ પ્રત્યે દ્વેષભાવ કે પક્ષપાત નથી. અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કરી જનસમાજમાં સુખશાન્તિ સ્થાપિત કરવી રાષ્ટ્રધર્મનું ધ્યેય છે. જ્યાં સ્વાર્થભાવ પ્રવેશ કરે છે ત્યાં રાષ્ટ્રધર્મનું ધ્યેય ભુલાઈ જાય છે. રાષ્ટ્રીય ભાવનાનું મૂળ નિઃસ્વાર્થભાવમાં રહેલું છે. જ્યાં નિઃસ્વાર્થભાવ, સહૃદયતા, સહાનુભૂતિ, દેશપ્રેમ નથી ત્યાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થતી નથી.
કેટલાક લેકે રાષ્ટ્રીય ભાવનાને સાંસારિક વાત કહી, દબાવી દેવા ચાહે છે. પરંતુ રાષ્ટ્રીય ભાવનાને સાંસારિક પ્રવૃત્તિ સાથે સંબંધ હેવાથી ત્યાજય છે એમ કહેતી વખતે એમ નથી વિચારતા કે જેટલી ધાર્મિક પ્રવૃત્તિ છે તે બધી પણ સંસારના વિચારમાંથી પેદા થએલી છે.
જે પ્રવૃત્તિથી સંસારનું કલ્યાણ થતું હોય તે ધર્મ પ્રવૃત્તિ કહેવાય છે અને જે પ્રવૃત્તિથી સંસારનું અકલ્યાણ-પતન થતું હોય તે પાપપ્રવૃત્તિ કહેવાય છે. આ જ દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં રાખી શાસ્ત્રકારોએ ગ્રામધર્મ-નગરધર્મરાષ્ટ્રધર્મ આદિ લૌકિક ધર્મ અને સ્થવિરેની વ્યાખ્યા કરી છે અને તેની ઉપયોગિતા સ્વીકારી છે, તે તેની વ્યાખ્યા કરવામાં શું દોષ છે? જે કે પુણ્ય–પાપની પ્રવૃત્તિ સંસાર સાથે સંબંધ ધરાવે છે પણ પુણ્યને પુણ્ય અને પાપને પાપ બતાવવામાં કઈ દોષ નથી. અસ્તુ.
અત્યારે ભારતવર્ષમાં દિનપ્રતિદિન રાષ્ટ્રધર્મનો લેપ થતે જોવામાં આવે છે અને તેથી રાષ્ટ્રની અધોગતિ પણ થઈ રહી છે. લેકે રાષ્ટ્રધર્મથી દૂર રહેવામાં જ પિતાનું કલ્યાણ માની બેઠા છે, પણ તેમની આ માન્યતા ઘણું ભૂલભરેલી છે. જે દેશમાં રાષ્ટ્રધર્મના પ્રતાપે જ્યાં પરસ્પર સ્નેહસદ્દભાવ હતા, ઘેર તાળું મારવાની પણ જરૂર ન હતી, એ વિશ્વાસ હતો. તે જ ભારતવર્ષમાં આજે રાષ્ટ્રધર્મના અભાવે આજે ઘેરઘેર કલેશકકાશને હુતાશન સળગે છે,