________________
૧૮૦
ધર્મ અને ધર્મનાયક નીચેની બે વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ માંગી લે. તારી ઈચ્છા હોય તે મોટા મોટા આંબા, નારંગી આદિ મધુર ફળવાળા વૃક્ષો વરદાનમાં આપું અથવા તારી ઈચ્છા હોય તો ઘઉં–બાજરીના નાનાં નાનાં છોડવાઓ આપું. તારી ઈચ્છા હોય તે માંગી લે.”
ભકતે કહ્યું કે “હે દેવ! આપ મારી ઉપર પ્રસન્ન થયા છે તે વરદાનમાં મને ઘઉં બાજરીનાં નાનાં નાનાં છોડવાઓ આપે. મારે એની જરૂર છે. મારે મધુર ફળવાળા મોટામોટા વૃક્ષોની જરૂર નથી” દેવે આશ્ચર્ય પૂર્વક પૂછયું કે, – હે! ભક્ત! તું મધુર ફળવાળા વૃક્ષને છેડી, ઘઉં બાજરીના નાનાં નાનાં છોડવાઓ કેમ માંગે છે?” બુદ્ધિમાન ભકતે ઉત્તર આપ્યો કે “ મેટાં મોટાં વૃક્ષોનાં મીઠાં ફળેથી અમીર-ઉમરાનું મોજશોખ માટે નાસ્તાનું કામ ચાલી શકે પરંતુ સાધારણ જનસમાજની તેથી કાંઈ ભૂખ મટે નહિ અને ઘઉં બાજરી આદિ નાનાં છોડવાઓથી ગરીબથી લઈ તવંગર સુધી બધાનું ભરણપોષણ થાય છે, અને ઘઉં-બાજરીના સાદા ભજનથી રાયથી રંક સુધી બધાની ક્ષુધા મટે છે અને શાન્તિ મળે છે, એટલા માટે મેં થોડા અમીર ઉમરાવોના મોજશેખને માન ન આપતાં સાધારણ જનસમાજનું જેથી કલ્યાણ થાય તે અન્ન વસ્તુની પસંદગી કરી છે.” દેવતા ભક્તની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને વરદાન આપી સ્વસ્થાને ચાલ્યો ગયો.
આ પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય પિતાને સ્વાર્થ છોડી બધાની સુખસગવડતા માટે વિચાર કરતા નથી ત્યાં સુધી રાષ્ટ્રના કલ્યાણની શુભ ભાવના તેના હૃદયમાં ઉત્પન્ન થતી નથી. રાષ્ટ્રનું કલ્યાણ તે સાધારણ જનસમાજના કલ્યાણમાં જ રહેલું છે. તવંગરને સુખ સગવડતા મળે અને ગરીબો બિચારા મજુરીની ઘાણીમાં પીસાયા કરે એ વાતનો રાષ્ટ્રધર્મ વિરોધ કરે છે. રાષ્ટ્રધર્મ જનસમાજનું હિત જુએ છે. સાધારણ જનસમાજના હિતમાં તવંગર–ગરીબ બધાનું હિત રહેલું છે. રાષ્ટ્રધર્મ સમભાવને પિષક છે. એને ગરીબ તવંગર