________________
૧૭૬ . ધર્મ અને ધર્મનાયક લેવું જોઈએ, એમાં જ રાષ્ટ્રનું કલ્યાણ રહેલું છે. આપણા દેશને કાચો માલ વિદેશ મોકલી ત્યાં કાચા માલમાંથી તૈયાર કરેલ પાકે માલ વધારે રૂપિયા આપી મંગાવવો તેનો અર્થ એ થયો કે પિતાની એક રૂપિયાની કીંમતવાળી ચીજ વિદેશને વેચી તેની જ પાસેથી તે જ તૈયાર કરેલી ચીજ વધારે રૂપિયા આપી ખરીદવી. જેમકે એક રૂપિયાનું બે શેરના ભાવે હું અહીંથી પરદેશ મોકલીએ અને પરદેશમાં તે જ રૂમાંથી ચરબી લગાવી વસ્ત્ર તૈયાર કરી પરદેશીઓ ભારતવર્ષમાં દશ રૂપિયે વેચે છે. આનું દુષ્પરિણામ એ આવ્યું કે એક રૂપિયાની ચીજ આપણે પરદેશીઓને વેચીએ છીએ અને પછી એ જ ચીજ આપણે દશ રૂપિયામાં ખરીદીએ છીએ. આથી વ્યાપારિક દષ્ટિએ ભારતીયોને આર્થિક હાનિ તો પહોચે જ છે પણ ધાર્મિક દષ્ટિએ પણ અતિ હાનિકારક છે.
સ્વદેશ એટલે આપણે દેશ. આપણા દેશમાં બનેલી ચીજ તે સ્વદેશી. કેણ એવો દેશદ્રોહી મનુષ્ય હશે કે જે પિતાના દેશમાં બનેલી ચીજને ચાહત ન હોય સ્વદેશી ચીજનો ઉપયોગ કરે એ પ્રત્યેક દેશપ્રેમીઓની પવિત્ર ફરજ છે. દેશવાસીઓ સ્વદેશી વસ્તુને જ ઉપયોગ કરતાં જે દિવસે શીખશે તે દિવસથી સ્વદેશને ઉદ્ધાર થવો શરૂ થશે.
જે કાઈ પોતે પોતાની માતાનું અપમાન કરે તે બીજા લેકે અપમાન કરતા શા માટે અચકાય ? જ્યારે ભારતદેશના જ લેકે સ્વદેશી વસ્તુઓને તિરધ્ધર કરી અને પરદેશી વસ્તુઓને અપનાવી. ભારતમાતાનું જ અપમાન કરે છે તો પરદેશીઓ ભારતમાતાનું અપમાન કરે એમાં શું આશ્ચર્ય ?
પરદેશીઓમાં ભલે ગમે એટલા અવગુણે હોય પણ તે લેકમાં સ્વદેશપ્રેમને જે સરસ ગુણ રહેલું છે તે ગુણને પ્રત્યેક ભારતીય પિતાના જીવનમાં ઊતારે જોઈએ. સ્વદેશપ્રેમ એ રાષ્ટ્રજાગૃતિનું