________________
૧૭૪
ધર્મ અને ધર્મનાયક એ ભયથી તેમને બેચર સ્વામી નામના કાઠિયાવાડી સાધુમાગે જૈનમુનિ પાસે લઈ ગયા અને કહ્યું કે, “મહારાજશ્રી ! જે આ પરદેશમાં માંસમદિરા તથા પરસ્ત્રીગમન ન સેવવાની પ્રતિજ્ઞા આપની સમક્ષ લે તે હું પરદેશ જવાની આજ્ઞા આપી શકું છું.” ગાંધીજીએ એ ત્રણ વાતોની પ્રતિજ્ઞા લીધી અને વિલાયત ગયા. વિલાયતમાં પ્રતિજ્ઞાથી શ્રુત કરનારાં અનેક પ્રભને તેમને લલચાવવા લાગ્યાં પણ ગાંધીજી પ્રતિજ્ઞાબદ્ધ અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ હોવાને કારણે ગાંધીજી આજે મહાત્મા બની શક્યા. જે ગાંધીજી પ્રતિજ્ઞાબદ્ધ ન હેત તે એ કહેવું મુશ્કેલ છે કે ગાંધીજી આજે જે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તે કક્ષાએ તે અવસ્થામાં ત્યારે પહોંચ્યા હતા કે નહિ એ એક મહાન પ્રશ્ન છે.
જે વ્યક્તિ પિતાના સર્વસ્વ ત્યાગ કરી પિતાને પ્રાણ રાષ્ટ્રના ચરણે ધરી દે છે તે જ વ્યક્તિ રાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે છે. ગાંધીજીએ પિતાના આત્મગ અને ત્યાગભાવદ્વારા રાષ્ટ્રનું સુંદર રીતે નેતૃત્વ કરી રાષ્ટ્રવિર તરીકેનું પિતાનું પદ સાર્થક કરી બતાવ્યું છે.
કેટલાક ભાઈઓ એવો પ્રશ્ન કરે છે કે, “ગાંધીજીએ રાષ્ટ્રનું નેતૃત્વ સ્વીકારી અમારું શું ભલું કર્યું? ઊલટું તેમણે તે આખા દેશને ભૂખ ભેગો કર્યો. અમારી પાસેથી લાખો રૂપિયા સ્વરાજયના નામે વસુલ કરી અમારું કાંઈ હિત ન સાધ્યું. એટલા માટે તેમને રાષ્ટ્ર-સ્થવિર કેમ કહી શકાય ?’
આ પ્રશ્ન કરનારને હું પૂછું છું કે ગાંધીજીએ તમારી પાસેથી જે રૂપિયા વસુલ કર્યા તે રૂપિયાનો તેમણે શેમાં ઉપયોગ કર્યો ? શું તેમણે તે રૂપિયાને પિતાના માટે ઘર બનાવવામાં કે વેપાર કરવામાં વાપર્યા ?