________________
૧૭૨
ધર્મ અને ધર્મ નાયક રાષ્ટ્રધર્મના સંબંધથી બંધાયેલા છે અને બધા રાષ્ટ્રના એક ધર્મધ્વજની છત્રછાયા નીચે આવી વસેલા છે એ રાષ્ટ્રધર્મનું ભાન રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતને હેવું જોઈએ. જનસમાજમાં એક રાષ્ટ્રધર્મની ભાવના પેદા કરવાનું અને રાષ્ટ્રધર્મની રક્ષાર્થે આત્મસમર્પણની શક્તિ કેળવવાનું મહત્ત્વપૂર્ણ કામ રાષ્ટ્રવિરનું છે. અને રાષ્ટ્રદ્ધાર કરવામાં તે જ રાષ્ટ્રપતિ સફલ નીવડે છે કે જે રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતમાં પિતાના ત્યાગદ્વારા રાષ્ટ્રભાવના પેદા કરે છે, રાષ્ટ્રધર્મની મર્યાદાનું પતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે અને જે રાષ્ટ્રની ઉન્નતિ માટે તન, મન-ધનની પરવા કર્યા વિના રાષ્ટ્રધર્મના ઉદ્ધાર અને પ્રચાર કરવામાં હમેશાં સંલગ્ન રહે છે, તેને શાસ્ત્રકાર રાષ્ટ્રસ્થવિર” શબ્દથી સંબોધે છે. આપણે વ્યવહારભાષામાં તેમને રાષ્ટ્રપતિ તરીકે ઓળખીએ છીએ.
- રાષ્ટ્રસ્થવિર આખા રાષ્ટ્રનો એકમાત્ર પ્રતિનિધિ છે, રાષ્ટ્રદેહને તે હૃદયસમ્રાટું છે, રાષ્ટ્રને સાચે સેવક અને રાષ્ટ્રને પાલક છે. રાષ્ટ્રસ્થવિરની આજ્ઞા શિરોધાર્ય કરવી એ રાષ્ટ્રના પ્રત્યેક સભ્યની ફરજ છે. અને પ્રજાના સુખદુઃખની ચિન્તા કરવી, પ્રજાની સુખશાન્તિની રક્ષા અર્થે, દુઃખનિવારણ માટે જેલમાં જવા જેટલી ક્ષમતા ધારણ કરવી અને રાષ્ટ્રની રક્ષા આગળ પિતાના પ્રાણને પણ તૃણતુલ્ય માન એ રાષ્ટ્રસ્થવિરની ફરજ છે. જે પ્રજા રાષ્ટ્રપતિની આજ્ઞા શિરોધાર્ય કરતી નથી અને જ્યાં રાષ્ટ્રપતિ પ્રજાના રાષ્ટ્રધર્મને અનાદર કરે છે તે રાષ્ટ્રની ઉન્નતિ થવાને બદલે અવનતિ થાય છે. એટલા માટે રાષ્ટ્રધ્ધારનું કામ રાષ્ટ્રસ્થવિર અને રાષ્ટ્રપ્રજા ઉપર રહેલું છે. જે રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપ્રજાને પારસ્પરિક પ્રેમસંબંધ છે તે રાષ્ટ્ર ઉન્નતિના પંથે પ્રસ્થાન કરી રહ્યો છે એમ સમજવું જોઈએ.
રાષ્ટ્રપતિ કે હોવો જોઈએ અને તેમનું શું કર્તવ્ય છે એ " વિષે કોઈ પ્રાચીન ઉદાહરણ ન દેતાં ભારતહદયના સમ્રાટ મહાત્મા ગાંધીજીનું પ્રત્યક્ષ ઉદાહરણ લઈશું.