________________
૧૭૦
ધ અને ધનાયક
ત્યાં સૂત્રધર્મ અને ચારિત્રધમ' જોખમમાં આવી પડે છે અને આ વાત તેા સામાન્યબુદ્ધિથી પણ સમજાય એવી છે.
આજે જે એમ કહેવાય છે કે ‘સાચા જૈન નગર, ગ્રામ કે રાષ્ટ્રના વાતાવરણથી છેક નિલે`પ રહે, ધર્મ સિવાયની ખીજી ક્રાઈ વસ્તુ તેને મહત્ત્વની ન હેાય.' તેમાં નગરધર્માંની નવી અવગણના સિવાય બીજું શું છે?
ગ્રામધ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મ એ આપણા ઐતિહાસિક ભંડારની એક અમૂલ્ય ધર્મસંપત્તિ છે. અને તેનું આજના જેવા અણીના અવસરે પ્રદર્શન કરવું એ આપણું કર્તવ્ય છે,
આનદ ગાથાપતિ અને મહાનામન ગાથાપતિ એ નગરનાયકા કેવા હેાવા જોઈ એ તેના આદર્શો દૃષ્ટાન્તા છે. નગરનાયકાના નગરે દ્વારના આદર્શીને નાગરિકા અનુસરતા થઈ જાય તે નાગરિકતા જે માનવજીવનને વિકસિત કરવાનેા એક મહાગુણ છે, તે ગુણુ પ્રગટયા વિના ન રહે. નાગરિકતા એ આપણી ધસંસ્કૃતિને પોષે છે. નગરધર્મના પાલનદ્વારા ધ સંસ્કૃતિને ઉન્નત બનાવવી જોઈએ એ પ્રત્યેક નાગરિકાનું પરમ કર્ત્તવ્ય છે.
જ્યારે નગરધર્માંની મહત્તા સમજી, નાગરિકતાનેા ગુણુ આપણા જીવનમાં પ્રગટાવીશું ત્યારે ગ્રામેાહાર, નગરાદ્વાર અને રાષ્ટ્રાદ્વારની સાથે સાથે જૈનધર્મના પણ ઉદ્ઘાર થશે, અને જૈનધર્મના ઉદ્ધાર થવાથી વિશ્વશાન્તિને પણ ઉદય થશે એમાં શંકા નથી.