________________
રાષ્ટ્રસ્થવિર
૧૭૫ પ્રશ્નકાર–પિતાના પુત્રને દુકાન કરાવી આપવામાં વાપર્યા ? * આ વાત પ્રમાણવિનાની અને ગાંધીજીને ખોટી રીતે કલંકિત કરનારી છે. ગાંધીજીની આત્મકથાના વાચન ઉપરથી હું એ વાતને કદાપિ સત્ય માની ન શકું કે તેમણે પોતાના પુત્રને દેશના રૂપિયા આપી દુકાન કરાવી આપી હોય !
પ્રશ્નકારઃ—પણ ગાંધીજીના નેતૃત્વથી તે દેશને વ્યાપાર તે નષ્ટ થઈ રહ્યો છે ને ?
આ પ્રશ્ન ભૂલભરેલું છે. ગાંધીજીએ દેશને વ્યાપાર નષ્ટ કરવા માટે અત્યારસુધી દેશવિરોધી કઈ પગલું ભર્યું હોય એવું સાંભળવામાં આવ્યું નથી; ઊલટું એવું સાંભળવામાં આવે છે કે તેઓશ્રી તો દેશના વ્યાપારને વધારવા માટે પિતાથી બનતા દરેક પ્રયત્નો કરે છે. તેમનું તે એવું કહેવું છે કે હમેશાં પિતાના દેશને માલ ઉપયોગમાં
* મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર શ્રી હીરાલાલ ગાંધીએ ક્લકત્તામાં એક કંપની બેલી હતી. મહાત્માજીએ તેના કેટલાક વ્યવહારે પસંદ ન હોવાને કારણે પિતાથી તેને પૃથક કરેલ. ઉપર્યુક્ત કંપની થોડી પિતાની વ્યક્તિગત સંપત્તિ અને ભાગીદારના બળ ઉપર ચાલતી હતી. કંપનીની વ્યવસ્થા બરાબર ન હોવાને કારણે ભાગીદારોને અસંતોષ રહ્યા કરતે. ગાંધી શબ્દથી દેરવાઈ જઈ કઈ નુકશાનમાં ન ઊતરે એ માટે મહાત્માજીએ ‘નવજીવન’ પત્રમાં એક ટિપ્પણી લખી લોકોને સાવધાન કર્યા હતા કે ઉક્ત કંપની સાથે મારે કશો સંબંધ નથી, તેમ તેમાં કોઈ પ્રકારને મારે હાથ નથી. જે કઈ કેવળ “ગાંધી નામ જોઈ એમાં રૂપિયા આપશે તો તેમના રૂપિયા માટે હું કોઈપણ રીતે જવાબદાર નથી. આવી અવસ્થામાં જે કંઈ સજન મહાત્માજીને દોષી કહેતા હોય તો તેમની ગંભીર ભૂલ છે. જે વ્યક્તિએ દેશદ્ધાર માટે “આત્મકથા ના વિશેષાધિકારની કીંમતના એક લાખ રૂપિયા પણ ચરખાસંઘને દાનમાં આપેલ છે અને જેની પાસે વિપુલ ધનરાશિ હમેશાં પોતાના હાથમાં રહેવા છતાં જે અલ્પ માસિકવ્યયમાં પોતાનું ગુજરાન ચલાવે છે એવા સ્વાર્થ ત્યાગી મહાત્માજીના માથે આવું લાંછન લગાવવું-ઘેર કૃતઘ્નતા છે.