________________
રાષ્ટ્રવિર
૧૭૩
આજે ગાંધીજીના જીવનચરિત્રથી આખી દુનિયા સમજી શકી છે કે રાષ્ટ્રસ્થવિર કેવા હેાવા જોઈ એ ? ગાંધીજીનું જીવનચરિત અવલાકવાથી માલુમ પડે છે કે રાષ્ટ્રસ્થવિરે રાષ્ટ્રાહાર માટે કેટકેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે !
રાષ્ટ્રસ્થવિરે રાષ્ટ્રના પહેરવેશ, ખાનપાન, રીતરિવાજ આદિનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે. તે સ્વદેશના વાતાવરણ પ્રમાણે ખાનપાન, રીતિરવાજ રાખે છે પણ પરદેશના ખાનપાન, ચમકીલા પહેરવેશ અને રીતિરવાજ તરફ લાભાઈ જતા નથી, આજ ભારતના કેટલાક લેાકેાએ રાષ્ટ્રધર્મની પરવા ન કરતાં એવી રીતિનીતિ સ્વીકારી છે કે તે ભારતવાસી છે પણ આચારવિચાર અંગ્રેજ જેવા રાખે છે. તે લેાકેાને રાષ્ટ્રભાષા કે રાષ્ટ્રના પહેરવેશ અને ખાનપાન પસંદ નથી. તે તેા અંગ્રેજોની માફક ટેબલ-ખુરશી ઉપર બેસી ચપ્પુ-ચમચા આદિ સાધનારા ખાવાપીવામાં પેાતાનું સૌભાગ્ય માને છે. ભલે આ રાષ્ટ્રધર્માંથી વિરુદ્ધ આચારવિચાર રાખનારા લેાકા પરદેશની રીતિનીતિ પ્રમાણે વર્તવામાં પોતાનું સૌભાગ્ય માને પણ રાષ્ટ્રને માટે તે તે દુર્ભાગ્યરૂપ કે શ્રાપરૂપ છે.
આ રાષ્ટ્રધર્મથી વિરુદ્ધ રીતિનીતિ રાષ્ટ્રમાં જે ખૂબ ફેલાવા પામી છે તેનું પ્રધાન કારણે રાષ્ટ્રપ્રજાના હૃદયની દુળતા છે. પેાતાને સમાજના નેતા માનનારા અનેક સજ્જને પરદેશ જાય છે અને ત્યાં રાષ્ટ્રધર્મને ભૂલી જઈ પરદેશી રીતિરવાજને સ્વીકારી પાછા સ્વદેશ પધારે છે. અને અહી રાષ્ટ્રવિરાધી એ રીતિરવાજોનું પ્રચલન શરૂ કરે છે. પરદેશમાં મનુષ્યને ચારિત્રની રક્ષા માટે કેવી કેવી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એ વાત ગાંધીજીનું જીવનચરિત્ર વાંચવા–વિચારવાથી સ્પષ્ટ જણાય છેઃ—
ગાંધીજી જ્યારે પરદેશ જવા લાગ્યા ત્યારે તેમના માતુશ્રી પાતાના પુત્ર પરદેશમાં કદાચ માંસમદિરાના સેવનથી ભ્રષ્ટ ન થઈ જાય