________________
૧૬૬
ધર્મ અને ધર્મનાયક આપી અને નગરજનોને નિવેદન કર્યું કે આજ સુધી તમે મારી નગરકાર્ય વિષે જે સલાહ લેતા હતા તે હવે મારા આ પુત્રોને પૂછશે.” આ પ્રમાણે નગરનાં બધાં વ્યવહારે છેડીને આનંદ ગૃહપતિ જીવનશુદ્ધિ માટે આત્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યો અને આત્મકલ્યાણ કરવા લાગ્યા.
જ્યારે આનંદગૃહપતિ જેવા સાચા નગરસ્થવિરે હોય છે ત્યારે નગરને ઉદ્ધાર થયા વગર રહેતો નથી.
નગર, ગ્રામ કરતાં સાધારણરીતે મેટું હોય છે એટલે એક નગરસ્થવિરથી નગરદ્વારનું કામ બરાબર થઈ શકતું નથી. નગરસ્થવિરના બીજા સહાયક હોય તો નગરદ્વાર સારી રીતે થઈ શકે છે. એટલા માટે નગરના પ્રત્યેક વિભાગમાં જુદા જુદા નગરવ્યવસ્થાપક હોવા જોઈએ.
આ બધા નગરવ્યવસ્થાપકે પરસ્પર સહયોગ સાધીને નગરનાં મોટાં મોટાં દુષ્કર કાર્યો પણ સફલતાપૂર્વક પાર પાડી શકે છે. વર્તમાન સમયમાં પણ નગરમાં સ્થવિર અર્થાત મેયર કે મ્યુનીસીપલ કમીશ્નર રહે છે પણ સાંભળવા પ્રમાણે તેઓ નગરનિવાસીઓને જોઈએ તેટલે લાભ પહોંચાડતા નથી. મુંબઈ, કલકત્તા, મદ્રાસ આદિ મેટાં નગરમાં દષ્ટિપાત કરવાથી ત્યાં અનેક પ્રકારના અત્યાચાર–અનાચાર, ચોરી– વ્યભિચાર આદિ ની પ્રવૃત્તિ સેવાતી જોવામાં આવે છે અને તેથી નગરજનોને અનેક પ્રકારનાં દુઃખો સહેવાં પડે છે તેમ છતાં વર્તમાન નગરસ્થવિરેારા આ નીચ પ્રવૃત્તિને સદંતર બંધ કરવાનો કોઈ પ્રકારને ઉચિત પ્રબંધ કરવામાં આવતો નથી. શહેરની સુખાકારી વધારવા માટે જોઈએ તેટલી સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન દેવામાં આવતું નથી જેના પરિણામે નગરમાં મેલેરીયા, પ્લેગ આદિ અસાધ્ય અને ભયંકર રેગ ફાટી નીકળે છે.
વર્તમાન નગરસ્થવિરે કેવળ નગરપતિનું પદ સાચવી રાખવા માટે પ્રયત્ન કરે છે પણ નગરજનોનું કલ્યાણ કેમ થાય તે વિષે બહુ જ