________________
નગરસ્થવિર નગરજનોને અન્નદાન આપી નગરબંધુઓની સેવા કરતા હતા. અન્ન જેવી રીતે મનુષ્યના પ્રાણની રક્ષા કરે છે તેવી જ રીતે આનંદ ગૃહપતિ પણ રાજા તેમજ પ્રજાની રક્ષા કરતે હતે.
આનંદગૃહપતિ “આલંબન-સ્વરૂપ” હતા એટલે કે આંધળા મનુષ્યને માટે લાકડી સહાયરૂપ છે તેમ આનંદ ગૃહપતિ પણ રાજા, પ્રજા તેમજ કુટુમ્બને આલંબનભૂત હતે.
આનંદ ગૃહપતિ “ચક્ષુ સ્વરૂપ હતા એટલે કે ચક્ષુ જેમ સગામાં શ્રેષ્ઠ અંગ છે તેમ આનંદ ગૃહપતિ નગરમાં ચક્ષુભૂત હતો. જેઓને જ્ઞાનચક્ષુ ન હતાં તેમને જ્ઞાનચક્ષુ આપતે. એટલે કે જે નગરજનો ભાનભૂલ્યા થઈ ભટક્યા કરતા હતા તેઓને સમજાવી સન્માર્ગ ઉપર લાવતે અને તેથી જ તે આખા નગરમાં “ચક્ષસ્વરૂપ ગણાતું હતું.
જ્યારે આનંદ ગૃહપતિ પિતાની સપ્રવૃત્તિદ્વારા રાજા અને પ્રજાને માટે મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત અને ચક્ષુભૂત અને ત્યારે જ તે મોટા મેટા રાજેશ્વરથી લઈ સાધારણ સાર્થવાહના અનેક કાર્યોમાં, અનેક કારણોમાં, અનેક ગૂઢ વાતમાં, અનેક રહસ્યપૂર્ણ કામમાં, નિશ્ચય કરવામાં તથા વ્યાવહારિક કાર્યોમાં એકવાર પૂછવા એગ્ય હતે એટલું જ નહિ પણ વારંવાર પૂછવાયોગ્ય બન્યા હતા. આ ઉપરથી આનંદ ગૃહપતિએ એક નગરપતિ તરીકે પિતાનું કર્તવ્ય બજાવવા માટે કેટલાં બધાં ગુણને કેળવ્યાં હતાં!
શાસ્ત્રકારો કહે છે કે “આનંદ ગૃહપતિએ ચૌદ વર્ષ સુધી શ્રાવકવ્રત પાળ્યું અને આ જ વ્યવહારોનું બરાબર પાલન કર્યું. જ્યારે આનંદ ગૃહપતિનું શરીર નિર્બળ થયું અને નગરપતિ તરીકેની ફરજો બરાબર બજાવી શકે એવી શરીરસ્થિતિ ન લાગી ત્યારે તેણે પિતાના પુત્રોને એલાવીને નગરજનો સમક્ષ પિતાનું નગરપતિનું પદ સેપ્યું અને નગરપતિ તરીકનું કર્તવ્ય બરાબર બજાવવા માટે પુત્રોને શુભ શીખામણ