________________
નગરસ્થવિર
૧૬૩ જાય છે અને એ રીતે પિતાના સ્વાર્થીપણને અને કૃતઘીપણાને પરિચય આપે છે.
જે મનુષ્ય સાચો સ્વાર્થ ત્યાગી હોય છે અને નગરના ઉદ્ધાર માટે તન, મન અને ધનનું સહર્ષ સમર્પણ કરી શકે છે તે જ મનુષ્ય સ્થવિરપદને અધિકારી બની શકે છે. જે મનુષ્ય કીતિભી છે, સ્વાર્થ અને બાહ્યાડંબરકારે નગરજનોને ભરમાવી તેમને ઠગે છે તે મનુષ્ય એક નાગરિક તરીકે પણ નગરમાં રહેવાને અધિકારી નથી, તે તે નગરસ્થવિરપદને અધિકારી બની જ કેમ શકે ? સાચે નગરસ્થવિર કે હોવો જોઈએ? તે નીચેના શાસ્ત્રીય દષ્ટાન્તથી સમજી શકાશે
ઉપાસકદશાંગ નામના સૂત્રમાં એક સાચા નગરસ્થવિરને અધિકાર આવે છે. એ નગરસ્થવિરનું નામ આનંદ ગાથાપતિ હતું. શાસ્ત્રના શબ્દોમાં એ નગરસ્થવિર આનંદ ગાથાપતિના ગુણોનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે –
“તે આનંદ ગૃહસ્થપતિ મોટા મોટા રાજાઓથી લઈ સામાન્ય સાર્થવાહોના મહત્વના કાર્યોમાં, કારણોમાં, સલાહ કરવામાં, મન્ત્રણ કરવામાં તથા કુટુમ્બના ઘણા ગુપ્ત કાર્યો વિષે, ઘણા રહસ્યપૂર્ણ કાર્યો વિષે. નિશ્ચિત કાર્યો વિષે તથા વ્યાવહારિક કાર્યો વિષે વિચારવિનિમય કરવામાં એકવાર પૂછવાલાયક તેમજ વારંવાર પૂછવાલાયક
* से णं आनंदे गाहावई बहूणं राईसर जाव
सत्थवाहाणं बहूसु कज्जेसु य करणेसु य मन्तेसु य कुडुम्बेसु य गुज्झेसु य रहस्सेसु य निच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे सयस्सावि य of દુખ્ય મેઢી, માળ, રોહાર, ૩૦qvf, વવ૬, मेठीभूए जाव सव्वकज्जवद्यावए यावि होत्था । ...
--उपासकदशांगसूत्रम् , प्रथमाध्ययनम्