________________
૧૬૨
ધર્મ અને ધનાયક
અધપુરુષ ખાડામાં પડી રહ્યો છે અને આપણે સનેત્ર હેાવા છતાં તેને બચાવતા નથી. વાસ્તવમાં આપણામાં મનુષ્યતાના ગુણ રહેવા પામ્યા નથી. ‘ આપણે શું' આવા ઉપેક્ષાભાવ સાચા મનુષ્યના હૃદયમાં પેદા જ થઈ શકે નહિ. પરસ્પર સહકાર આપવા, એક ખીજાને મદદ કરવી એ પ્રત્યેક નાગરિકાનું બ્ય છે. જે મનુષ્ય, જે ગામ કે નગરમાં રહે છે તે ગામ કે નગરની સુખદુઃખની ચિન્તા કરતા નથી પણ ‘આપણે શું' એમ કહી પેાતાના સ્વામાં મશગૂલ રહી આખા ગામ * નગર પ્રતિ ઉપેક્ષા રાખે છે તે મનુષ્યને ગામ કે નગરમાં રહેવાના પણ અધિકાર નથી.
જે બુદ્ધિમાન નાગરિકા હેાય છે તે સારી રીતે સમજે છે કે જે આપત્તિ-વિપત્તિએ આ વખતે મારા નગર ઉપર આવી પડી છે તે જ આપત્તિએ મારી ઉપર ભવિષ્યમાં કદાચ આવી પડશે. ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે તે કાણ જાણે છે? એટલા માટે પહેલાંથી જ ચેતી જવું વધારે શ્રેયસ્કર છે. કહ્યું પણ છે કે ચેતતા નર સદા સુખી.' આ પ્રમાણે વિચારી બુદ્ધિમાન નાગરિક આપત્તિમાં આવી પડેલા નગરબંધુઓને પાતાથી બનતી સહાય કરે છે અને એક નાગરિક તરીકે પેાતાની ફરજ બજાવે છે. વાસ્તવમાં સાવધાન પુરુષ હમેશાં સુખી જ રહે છે.
"
મારા નગરમાં કાણુ દુ:ખી છે, કાણુ ગરીબ છે, કાણુ ખીમાર છે, એમ જે દિનરાત નગરના સુખદુઃખની ચિન્તા કરે છે અને નગરાદ્ધાર કરવા માટે જે સતત પ્રયત્ન કરે છે તે જ નગરપતિ તરીકેનું મહામૂલ્ય બિરુદ મેળવી શકે છે અને તેને દીપાવી શકે છે. નગરપતિ બનવું સરલ છે પણ એ પદને પાતાના આત્મભાગદ્વારા દીપાવવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે વર્તમાન સમયમાં અનેક મનુષ્યા પાતાને નગરશેઠ તરીકે ઓળખાવે છે પણ જ્યારે નગરપતિ તરીકેની ફરજ માથે આવી પડે છે ત્યારે ખાટાં બહાનાં કાઢી છટકી