________________
૧૦
ધર્મ અને ધર્મ નાયક
આજ્ઞાને માથે ચડાવતા અને તેમના ઉપાડેલા કામાં સંપૂર્ણ
સર્વકાર* આપતા.
નગરસ્થવિરે નગરજનેાના હિત માટે સમય અને શક્તિને કેટલે બધા ભાગ આપવા પડે છે તે આપણે ઉપર જોયું. જે નગરમાં આવા પ્રજાહિતમ્બુ અને સત્યાગ્રહી નગરસ્થવિ। વસે છે તે નગરમાં અત્યાચાર, અનાચાર, લૂંટફાટ, ચેરી આદિ દુર્ગુણાતા નાશ થાય છે અને સદાચાર, સ્નેહસદ્ભાવ, સંગઠન આદિ સદ્ગુણીની સૌરભ ચારે ખાજી ફેલાઈ જાય છે.
રાજા કરતાં પણ નગરસ્થવિરનું પદ વધારે મહત્ત્વનું છે. કારણ કે રાજા સત્તાના બળે નગરજનાને પેાતાના વશમાં ાખવા પ્રયત્ન કરે છે, જ્યારે નગરસ્થવિર પેાતાના પ્રેમપ્રભાવથી નગરજનેાને પેાતાના વશમાં કરે છે. પ્રેમના પ્રભાવ આગળ સત્તાને ઉન્માદ નિરર્થક નીવડે છે. રાજા ગમે તેટલા બળવાન કેમ ન હેાય પણ નગરપતિના પ્રેમપ્રભાવ આગળ તેને પણ નમતું આપવુ પડે છે. નગરપતિ રાજા અને પ્રજા વચ્ચે પ્રતિનિધિ પુરુષ છે. નગરપતિ રાજાને ગુલામ નથી અને પ્રજાને આંધળા ભકત નથી. પણ એ તે સત્ય અને ન્યાયને ભક્ત છે. રાજા અન્યાય—અત્યાચાર કરતા હાય તા તેના અન્યાયને રોકવા અને પ્રજા નિષ્કારણ રાજ્યવિદ્રોહ કરતી હાય તા તેને સમજાવી શાન્ત પાડવી એ નગરસ્થવિરનું કાર્ય છે. નગરસ્થવિર રાજા અને પ્રજા પ્રતિ એવા સદ્ભાવ કેળવે છે કે જાણે તે બધાના ‘દાસ' છે અનેસાથે સાથે તે બધાને ‘માલિક' પણ છે. આ રીતે નગરપતિ સેવક છે અને સેવ્ય પણ છે.
* પ્રાચીન સમયમાં પણ લેાકામાં સત્યને આગ્રહ નળવવા માટે કેટલી ખધી દેઢ ભાવના હતી તેમજ તે સત્યાગ્રહને સફળ કરવા માટે કેટલી સહિષ્ણુતા અને ગ્રાન્તિ રાખતાં તેને પૂરેપૂરા પરિચય મળી આવે છે. આજની ઊગતી પ્રશ્ન માટે એ આદરણીય દેછાન્ત છે.