________________
નગરસ્થવિર
૧૫૮ મૂંઝવણમાં પડી ગયા. આખરે કર્મચારીઓ નગરશેઠ પાસે જઈ ઢેઢ લેકીને મરેલા બળદને ઉપાડી લઈ જવા માટે આજ્ઞા દેવા પ્રાર્થના કરી. નગરશેઠ ઉદારચરિત હતા. તેમણે ઢેઢલકને મરેલા બળદને ઉપાડી લઈ જવાની આજ્ઞા આપી ત્યારે મરેલે બળદ શહેરમાંથી ખસેડવામાં આવ્યો. નગરશેઠે નગરજનો ઉપર પોતાના વ્યક્તિત્વને ખૂબ પ્રભાવ પાડ્યો હતો. નગરજનેમાં પણ ખૂબ સંગઠન હતું. એજન્ટસાહેબ જેમ પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા તેમ નગરશેઠ પણ પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા. કેઈ કાઈને નમતું આપવા તૈયાર નહતા. એજન્ટસાહેબને દુરાગ્રહ જોઈ નગરશેઠ મેટેગાંવ(ગેન્ગન્દા) નામના ગામડામાં ચાલ્યા ગયા. નગરશેઠને પોતાના કાર્યમાં વિશ્વાસ હતો કે પોતે જે કરી રહ્યા છે તે નગરજનોના હિત માટે કરી રહ્યા છે. એજન્ટસાહેબે
જ્યારે નગરશેઠ ઉદેપુર નગર છોડી ચાલ્યા ગયા છે એમ સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે નગરશેઠ અને નગરજનો નગર છોડી ચાલ્યા જાય છે ત્યારે તેની પાછળ કશું કારણ અવશ્ય હોવું જોઈએ. એજન્ટ સાહેબે સરદારધારા નગરશેઠને પિતાની પાસે બે લાવ્યા અને નગર છોડી જવાનું કારણ પૂછ્યું. નગરશેઠે નગરજનોની દુઃખદર્દની કરુણ કથા કહી સંભળાવી અને એજન્ટસાહેબે શાન્તચિત્ત નગરશેઠની બધી વાત સાંભળી અને નગરજનોનાં દુઃખદર્દ દૂર કરવાનું વચન આપી નગરશેઠને આશ્વાસન આપ્યું.
શેઠ ચંપાલાલજી અને શેઠ પ્રેમચન્દજી નગરજનોનું ખરા દિલથી હિત ચાહતા હતા. એટલે નગરજને પણ તેમને પિતાના હિતેચ્છુ પ્રતિનિધિ માનતા હતા. જે સાચા નગરપતિ હોય છે તેઓ પિતાની સુખસગવડને લાત મારી નગરજનના દુઃખદઈને પિતાનું દુઃખદર્દ માને છે. જે નગરજનોનાં સુખે સુખી અને દુઃખે દુઃખી રહે છે તે જ સાચે નગરપતિ છે. નગરશેઠ ચંપાલાલજી અને નગરશેઠ પ્રેમચંદજી નગરજનોના સાચા હિતેચ્છુ હતા. અને તેથી જ નગરજને તેમની