________________
૧૫૮
ધર્મ અને ધર્મ નાયક ત્યારબાદ સંવત ૧૯૨૦માં મહારાણાસાહેબ શંભુસિંહજી ગાદી ઉપર આવ્યા. તેમના સમયમાં રાજ્યને કારભાર એજન્ટના હાથમાં હતા. રાજ્યવ્યવસ્થા સુંદર ન હોવાને કારણે પ્રજાને દુઃખ વિશેષ સહેવું પડતું હતું. પ્રજા દુખથી ત્રાસી ગઈ હતી. આખરે પ્રજા નગરશેઠ શ્રી ચંપાલાલજી પાસે આવી અને દુઃખનિવારણ માટે પગલાં લેવા પ્રાર્થના કરી. નગરશેઠ મહારાણુ પાસે ગયા અને પ્રજાનાં દુઃખદર્દ દૂર કરવા પ્રાર્થના કરી. મહારાણાસાહેબે જવાબમાં જણાવ્યું કે, તમે એજન્ટસાહેબ પાસે જઈ બધી વાત કહે. નગરશેઠ પંચસહિત એજન્ટના બંગલે ગયા. પણ ત્યાં તે કાતિલેથી કેટલાક ઠેબી, કર્મચારીઓએ એજન્ટ સાહેબના કાન ભંભેર્યા કે સાહેબ ! આપના ઉપર પ્રજા સંગઠન કરી ચડી આવી છે.”
એજન્ટ કર્મચારીઓના આ સમાચાર સાંભળી બહુ ગુસ્સે થયા. અને તેણે પોતાની રક્ષાથે ત્યાંનું તોપખાનું તૈયાર કરાવ્યું. નગરજનો
પખાનું તૈયાર કરાવ્યાના સમાચાર સાંભળી બહુ ગભરાયા અને તેમણે આખા નગરમાં સખત હડતાલ પાડી બધા નાગરિકે નગરશેઠ ચંપાલાલજીની સાથે ઉદેપુર નગરની “સહેલિયાની વાડીમાં ચાલ્યા ગયા. અને ત્યાં નગરજનેને સંપૂર્ણ શાંતિ અને પરસ્પર મજબૂત સંગઠન જાળવવા વિષે નગરશેઠે સલાહ આપી અને નગરશેઠની શુભ શિખામણ બધા નગરજને માન્ય રાખી.
એક દિવસ ઉદેપુરમાં એક બળદ મરણ પામે પણ એ મરેલા બળદને ખસેડી જવા માટે કર્મચારીઓએ ઢેઢલોકેને લાવ્યા. પણ ઢેઢલેકેએ જવાબમાં કહ્યું કે નગરશેઠની આજ્ઞા વિના આવી શકીએ નહિ. કર્મચારીઓ
* ઉદેપુરમાં “સહેલિયાની વાડી” નામને સુંદર બાગ છે. ઉદેપુરની પ્રાકૃતિક સૌમ્યતા અને રમ્યતા જગપ્રસિદ્ધ છે. આ બાગે પણ ત્યાંની સુંદરતામાં ઘણો વધારે કર્યો છે. પહેલાં ત્યાં મહારાણીઓ પોતાની સખી–સહેલીઓ સાથે વાયુસેવન કરવા જતી. જેથી તે બાગ પણ “સાહેલીઓની વાડી” તરીકે પ્રસિદ્ધ થવા પામ્યો છે.