________________
નગરસ્થાવર
૧૫૫ નથી. પહેલાં નગરસ્થવિરે સેવાવૃત્તિથી સ્વયં નગરોદ્ધારનું કામ, કરતા હતા. તેઓને કોઈ પ્રકારનો પગાર મળતો નહેાતે; છતાં પણ તે નાયકે નગરની એવી સુંદર વ્યવસ્થા કરતા કે નાગરિકને કઈ પ્રકારની મુશ્કેલી નડતી નહિ. નાગરિકેને દરેક પ્રકારની સુખ—સગવડ મળે તે માટે નગરસ્થવિરે ખાસ ચીવટ રાખતા હતા.
નગરસ્થવિર, રાજા અને પ્રજા વચ્ચે પ્રધાન પુરુષ હોય છે. રાજ્યથી પ્રજાને અથવા પ્રજાથી રાજ્યને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે એવી સુંદર વ્યવસ્થા કરનાર મનુષ્ય નગરસ્થવિરનું પદ, દિપાવી શકે છે.
નગરજનેની શારીરિક, વાચસિક, માનસિક, આર્થિક, વ્યાપારિક, સામાજિક સ્થિતિ સુધારવા માટે જે કઈ બાધક કારણે હોય તે દૂર કરી વિકાસનાં સાધનો પૂરાં પાડવાં એ નગરપતિનું મુખ્ય કામ છે.
નગરજનેની શારીરિક સ્થિતિ સુધારવા માટે નગરપતિએ ઠેરઠેર જગ્યાએ વ્યાયામશાળાઓ સ્થાપવી, સ્વાસ્થ તથા સ્વચ્છતાના નિયમનું પાલન કરાવવું, કુદરતી હાજતે માટે યોગ્ય વ્યવસ્થા કરવી, ઘેરઘેર પૂરતું પાણી પહોંચે તે માટે યોગ્ય પ્રબંધ કરે, ધોવાની તથા સ્નાન કરવાની જુદી વ્યવસ્થા કરવી આદિ શારીરિક સુધારા વિષે પ્રબંધ કરવો એ નગરપતિનું કામ છે.
નગરજનેની વાચસિક વિકાસ માટે સભાગૃહ ખોલવાં, ત્યાં વિદ્વાન વક્તાઓનાં ભાષણો ગઠવી નાગરિકને દેશની સ્થિતિથી વાકેફ કરાવવા, બાળકે, કિશોરો, કુમાર, બાળાઓ, કુમારિકાઓ આદિ ઊગતી પ્રજાને બેસવાની તથા સમાજમાં આવવાની છૂટ થાય તે માટે સમારંભે ગોઠવાવી તેમાં સક્રિય ભાગ લે એ પણ નગરપતિનું કામ છે.
નગરજનોના માનસિક વિકાસ માટે બાળશાળા, કુમારશાળા રિશાળા, વિદ્યાથી શાળા, પ્રાથમિકશાળા, માધ્યમિકશાળા, વિશ્વ