________________
૧૫૪
ધર્મ અને ધર્મ નાયક શકે; નાગરિકોનું નિયંત્રણ ગ્રામ્યજને કરી ન શકે. એક કવિએ અધિકારમર્યાદા વિષે ઠીક જ કહ્યું છે કે –
कैसे छोटे नरनतें सरत बडेन को काम ।
मढयो दमाम जात क्यों लै चूहे को चाम ॥ ભાવાર્થ-કેમ બને નાના થકી નર મેટાનું કામ;
ઉંદર ચર્મ વડે કદિ ઢેલ ન બને તે જાણુ. છોકરાંથી છાશ પીવાય નહિ” એ લેકક્તિ અનુસાર નાના માણસોથી મેટા માણસનું કામ થવું મુશ્કેલ છે. જેઓનાં બુદ્ધિ, વૈભવ અને પ્રભાવ ઓછાં છે, તેમાંથી મોટાઓનું કામ શી રીતે થઈ શકે? જેવી રીતે ઉંદરની ખાલ વડે નગારું મઢી શકાતું નથી તેવી જ રીતે ગ્રામસ્થવિર નગરસ્થવિરનું કામ કરી શકે નહિ. અને એટલા જ માટે નગરધર્મની વ્યવસ્થા કરવા માટે સ્વતંત્ર નગરસ્થવિર–નગરનાયકની આવશ્યકતા રહે છે.
જે સંબંધ સમુદ્રમાં વહાણ અને હેડકાને છે તે જ સંબંધ ગ્રામ અને નગર વચ્ચે છે. વહાણ ઊંડા પાણીમાં રહી શકે છે, અને છીછરા પાણીમાં ચાલી શકતું નથી. એટલા માટે હેડકું કિનારા ઉપરને માલ લઈને વહાણમાં અને વહાણને માલ કિનારા ઉપર લાવે છે. તેવી જ રીતે નગર એ વહાણરૂપ અને ગ્રામ એ હેડકરૂપ છે. જેવી રીતે કિનારાને માલ હેડકાંઠારા વહાણમાં ચડે છે તેવી જ રીતે ગામની વસ્તુઓ નગરમાં જાય છે અને નગરને માલ ગામડાંમાં આવે છે. આ કારણે ગામ અને નગરને પારસ્પરિક સંબંધ ગાઢ છે. તદનુસાર ગ્રામનાયક અને નગરનાયક બનેને સંબંધ પણ ગાઢ હોય છે. નગરસ્થવિરમાં નગદ્ધાર કરવાની ધગશ હોવી જોઈએ. આજના નગરનાયકે જેમને આપણે મેયર કે મ્યુનિસિપલ કમિશનર નામથી ઓળખીએ છીએ તેઓ નગરેહારનું કામ સ્વતઃ ન કરતાં નેકરિયાત માણસેદ્વારા કરાવે છે. પરિણામે નગરેહારનું કામ જોઈએ તેવું સુંદર થતું