________________
ધર્મ અને ધનાયક
જ્યારે ગ્રામધા મમ ગ્રામનાયક આપણને સમજાવશે અને સમજેલા ધર્મો જીવનમાં ઉતારીશું ત્યારે ભારતવષ ઉન્નતિના શિખરે ખીરાજતા હશે.
૧૧૨
ભારતવર્ષીમાં જ્યારે સાચા ગ્રામસેવા હતા ત્યારે ગ્રામધ બધા ધર્મોનું સંચાલન કરતા હતા. અર્થાત્ ગ્રામધમ જ નગરધર્મ, રાષ્ટ્રધર્મ આદિને પોષતા અને વધારતા.
આશરે બે હજાર વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે સમ્રાટ્ ચન્દ્રગુસના રાજદરબારમાં ગ્રીસ દેશના રાજદૂત મેગેસ્થેનિઝ આવ્યા હતા ત્યારે તે ભારતવષઁના ધર્મ વિષે પેાતાના કેટલાંક વર્ષોના અનુભવા વર્ણવતાં લખે છે કે:~
‘ભારતવર્ષમાં ધર્મની એવી સુંદર વ્યવસ્થા છે કે ભારતીય લેાકા પોતાના મકાનને તાળું પણ દેતા નથી. અસત્ય ખેલતા નથી અને ફૂડકપટનું સેવન કરતા નથી. ’
આજે પણ એ જ ભારતભૂમિ છે કે જેના ગુણગાન એક પરદેશીએ મુકતકઠે ગાયાં હતાં.
આજે પણ એ જ પુણ્યમયી ભારતભૂમિને ગ્રામધના પાલનદ્વારા ઉન્નત બનાવવાની આવશ્યકતા છે.
ભારતવર્ષની ગ્રામવ્યવસ્થાનું ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે તેવી વ્યવસ્થા ભારતવર્ષ માં ફરીવાર જે દિવસે ગ્રામનાયકાદ્વારા ચાલુ થશે તે દિવસે ભારતમાં પુનઃ. આનંદમંગલની હુવા ગતરફ ફેલાશે અને શાન્તિનું સામ્રાજ્ય સ્થપાશે એવું ભારતના શુભચિન્તકાનું માનવું છે.
()—