________________
ગ્રામસ્થવિર
૧૫૧, માટે અન્ન પેદા કરી લેતાં હતાં ત્યારે તે ગામ બીજાની ઓશીયારી શા માટે ભેગવે ? આવી પરિસ્થિતિમાં ગ્રામીણ લેકે કોઈની પાસે દીનતાપૂર્વક કેઈપણ પદાર્થની ભિક્ષા શા માટે માંગે ? પિતાને જોઈતાં પદાર્થો પોતાના જ ગામમાં પેદા કરી લે અને તેટલાથી જ નિભાવી
–બહારથી કશું પણ ન લાવે. પણ આ બધી ગ્રામદ્ધારની વાત ગ્રામનાયક વિના ગ્રામ્યજનતાને કેણ સમજાવે ?
આજે આપણે બહુ મેડેમોડે પણ ગાંમડાઓની ઉપકારતા સમજવા લાગ્યા છીએ. શહેરેની સમૃદ્ધિ અને અંજાવનારો વૈભવ જોઈ આપણે ભલે ઘડીભર આશ્ચર્યમુગ્ધ બનીએ પણ દરિદ્ર બનતાં જતાં ગામડાંઓ અને તેના નિવાસીઓની દર્દભરી કથાઓ જ્યારે આપણું કાને અથડાય છે ત્યારે આપણી સભ્યતાને મેહ ઊડી જાય છે, અભિમાન ગળી જાય છે અને એમ લાગે છે કે જે ગામડાંઓ નાશ પામ્યાં-ગ્રામધર્મ અને ગ્રામનાયકના અભાવે ગામડાંઓ વેરાન બન્યાં–તે નગરના પ્રાણ અને તેજ બીજી જ ઘડીએ ઊડી જવાનાં છે એમાં શંકાને સ્થાન નથી.
ગામડાં એ મૂળ છે અને નગરે તો તેનાં ડાળ-પાદડાં કે કુંપળ બરાબર છે. મૂળને સડે શરૂ થાય છે ત્યારે તે માત્ર મૂળમાં જ સમાઈ રહેતું નથી પણ છેક છેલ્લી ડાળ ઉપર પણ તેની અસર પડે છે. અનુભવે આપણને આ સમજાવા માંડયું છે, પણ હજી આપણી મોહનિદ્રા પૂરા પ્રમાણમાં ઉડવા પામી નથી. અને તેથી જ રાષ્ટ્રના સૂત્રધારો વખતેવખત ઢેલ વગાડીને જે એમ કહે છે કે
સાચું હિન્દુસ્થાન ગામડામાં વસે છે, શહેરે તે માયામાત્ર છે. ગામડાંની સેવા એ જ હિન્દુસ્થાનના પુનરુદ્ધારની પહેલી ભૂમિકા છે.” ગ્રાહારની આ વાત સમજાઈ હોય તો પણ હજી આપણા હૃદયના તાર સહાનુભૂતિવડે બરાબર ઝણઝણ્યાં નથી એમ ન છૂટકે કબુલ કરવું પડે છે.