________________
૧૪૭
ગ્રામસ્થવિર શેરીઓની સ્ત્રીઓ જાણી જોઈને કૂડેક્સરે સાફ કરેલા સ્થાને ફેંકી આવતી પણ મળે સ્ત્રીઓ ઉપર કેધિત ન થતાં કૂડેકચરે પાછો ઉપાડી જતો. મઘાને આ નિસ્વાર્થ સેવાભાવ જોઈ સ્ત્રીઓ લજ્જિત થઈ જતી અને ફરી એવું અનુચિત કાર્ય ન કરતાં ઊલટી મઘાના કાર્યમાં મદદ કરતી.
મઘાની આ સુવ્યવસ્થાથી આખું ગામ એકદમ સ્વચ્છ અને સુઘડ જણાતું હતું. ગામના લેક ગામની આવી સ્વચ્છતા, સુઘડતા અને સુવ્યવસ્થા જોઈ આનંદિત થતા હતા. પણ સત્કાર્યોમાં હમેશાં વિ નડે છે એ ન્યાયે મઘાની આ સત્રવૃત્તિથી એક દારૂ વેચનાર અને બીજા રાજ્યાધિકારીઓ મઘાથી નારાજ રહેતા હતા. મધાની સુવ્યવસ્થાથી તે ગામમાં કોઈ શરાબી રહ્યો ન હતો તેમ જ ગામમાં બધા સલાહસંપથી રહેતા હોવાથી કોઈ ફરીયાદ કરનર પણ રહ્યો ન હતો. આ કારણે દારૂ વેચનાર તથા રાજ્યાધિકારીઓને આખા દિવસ ખાલી હાથે બેસી રહેવું પડતું.
આખરે રાજ્યાધિકારીઓએ મઘા ઉપર બે આરોપ ચડાવી મગધનરેશ સમક્ષ માની ફરીયાદ કરી. મગધનરેશનાં કાન રાજ્યાધિકારીઓએ મઘાની વિરુદ્ધ પહેલેથી ભંભેર્યા હતાં કે આ મા લેકેમાં રાજ્યવિરુદ્ધ વિદ્રોહ અને ઉશ્કેરણી ફેલાવે છે અને એ રીતે રાજ્યશાસનમાં ઉથલપાથલ કરવા ચાહે છે માટે મદ્યો એ રાજ્યનાં મે ગુન્હેગાર છે એટલે રાજ્યવિદ્રોહી મઘાને સખત શિક્ષા થવી જોઈએ.
મગધનરેશ રાજ્યાધિકારીઓની ભ્રમજાળમાં ફસાઈ ગયા. અને રાજ્યાધિકારીઓના કહેવા ઉપર વિશ્વાસ મૂકી મગધનરેશે નિરપરાધી માને તથા તેમના અનુયાયીઓને હાથીના પગતળે કચડાણ કરાવી તેમને મારી નાંખવાની કઠેર આજ્ઞા આપી. મગધવશની આ કઠોર આજ્ઞા સાંભળી મઘાનું રૂવાડું પણ ફરકયું નહિ. મધ સારી રીતે