________________
પ્રામસ્થવિર
૧૪૫ મઘાએ ગામના લોકોને એવી પ્રતિજ્ઞા કરાવી લીધી કે આપણું ગામને રહેવાથી કોઈ પણ મા-માંસ ખાય નહિ, ચેરી કંટફાટ કરે નહિ, અનાચાર–અત્યાચાર કરે નહિ; પણ બધા સલાહસંપથી સ્નેહસદ્દભાવપૂર્વક આનંદથી રહે, કોઈકોઈની સાથે ટેટ-ફસાદ કરે નહિ.” મઘાની આ આજ્ઞા ગ્રામનિવાસીઓએ સહર્ષ માથે ચડાવી. મઘાની આ સુવ્યવસ્થાથી તે ગામમાં એક પણ શરાબી, ચેર, દુરાચારી, જાગારી કે કરજદાર મનુષ્ય રહ્યો નહિ. તેણે એટલી બધી સુવ્યવસ્થા કરી કે બધા આનંદપૂર્વક નિર્ભય થઈ રહેવા લાગ્યા અને ગ્રામ્યજીવનને નિર્દોષ આનંદ લૂંટવા લાગ્યા. કોઈને ચોરીને ભય ન હતે, કોઈને લૂંટફાટને ભય ન હતો. પરિણામે કોઈ પિતાના ઘરે તાળું દેવાની જરૂર સમજતું નહિ. સૌ કોઈ ગ્રામજીવનના સુખી જીવનથી સંતુષ્ટ હતાં.
મઘાની આ વ્યવસ્થાશક્તિ જોઈ ગામના લોકો મઘા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને તેની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. મધ પ્રસંસાથી કુલાત ન હતો અને નિંદાથી ગભરાતું ન હતું. તે તે તેના ગ્રામોદ્ધારના નિત્ય કાર્યમાં હમેશાં મશગૂલ રહે. મધે આખા ગામમાં આટલો બધો પ્રતિષ્ઠિત મનુષ્ય હોવા છતાં તેને મનમાં જરા પણ ખેટ ગર્વ ન હતે. મઘા કેઈવાર ગ્રામલેકેને રાત્રિના અવકાશ સમયે એકઠા કરી નાનાં બાળકોને ભણાવવાની હિત સલાહ આપતા. કોઈવાર મધ-માંસ ખાવાથી જીવનમાં કેવી વિકૃતિઓ પેદા થાય છે અને તેથી જીવન કેવું તામસિક બની જાય છે એને ઉપદેશ આપતે. કોઈવાર બીડી, તમાકુ, ભાંગ-ગાંજો, દારૂ વગેરે માદક પદાર્થોનું સેવન કરવાથી કેવી દુર્દશા થાય છે તેને સ્પષ્ટ ખ્યાલ કરાવતા, કોઈવાર અભણ –અજ્ઞાન રહેવાથી લેણદારો અજ્ઞાનને લાભ લઈ એક રૂપિયાના એકવીશ રૂપિયા કેમ પડાવી લઈ જાય છે તેની ચેતવણી આપ, કોઈવાર ખેતી કેમ કરવી, ખેતીની રક્ષા કેમ કરવી, ધાન્યને સંગ્રહ કયારે