________________
(૧) ગ્રામસ્થવિર–ગ્રામનાયક
[ આમ-શેરા ] ભારતવર્ષને ઉદ્ધાર ભારતવર્ષના સાડાસાત લાખ ગામડાં સજીવન થવામાં રહેલો છે. એ નાનાં નાનાં ગામડાંઓ ભારતવર્ષની સાચી સંસ્કૃતિ છે.
ગ્રામસ્થવિર એ શાસ્ત્રીય શબ્દ છે. આપણે ભાષામાં તેને ગામને મુખી, ગામને પટેલ કે ગામને નાયક કહીએ છીએ. ગામની અંદર જે દુવ્યવસ્થા કે અવ્યવસ્થા પ્રવર્તતી હોય તે દૂર કરી તેની જગ્યાએ સુવ્યવસ્થા સ્થાપિત કરવી તે ગ્રામનાયકનું મુખ્ય કર્તવ્ય છે.
દુર્વ્યવસ્થા શી છે અને સુવ્યવસ્થા શી છે–એ વાતનો વિવેક કરવો સાધારણ મનુષ્ય માટે સરલ નથી. આ વાતને બરાબર તે જ મનુષ્ય સમજી શકે છે કે જેમને આ વિષયમાં પિતાનો વ્યક્તિગત અનુભવ સારે હોય અને જેમને ઉપર કહેલા દશ પ્રકારના ધર્મોની સાંકળના પ્રત્યેક અંકેડાનું પૂરેપૂરું ધ્યાન હેય. જેમને દશ ધર્મોનું બરાબર જ્ઞાન અને ભાન હશે તે મનુષ્ય દુર્વ્યવસ્થા અને સુવ્યવસ્થાને વિવેક બરાબર કરી શકશે; કારણ કે કુદરતના નિયમોની સુંદરમાં સુંદર વ્યવસ્થા કરનાર ધર્મ છે. જ્યાં ધર્મ નથી ત્યાં વ્યવસ્થા નથી. અને
જ્યાં વ્યવસ્થા નથી ત્યાં સુખશાન્તિ નથી. એટલા માટે ગ્રામ, નગર કે રાષ્ટ્રમાં સુખશાંતિ સ્થાપવા માટે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ