________________
સ્થવિરધમ
૧૪૧. નાયકત્વ–નેતૃત્વના અભાવે રાષ્ટ્રમાં અવ્યવસ્થા અને અનિય~િતતા અને પરિણામે અસફળતા મળે છે. સંસારના કેઈપણ રાષ્ટ્રના ઇતિહાસ ઉપર દષ્ટિ કે તેથી તમને સ્પષ્ટ જણાશે કે અલનપછી તે આંદોલન ધાર્મિક હોય, સામાજિક હેય, રાજનૈતિક હેય, કે સાંસ્કૃતિક હેય-ની સફળતા હમેશાં એવા નેતાઓના હાથમાં રહી છે કે જેઓ દરેક રીતે પ્રજાને સહાગ મેળવવામાં સમર્થ હતા. આના પ્રમાણ માટે આપણે રાજનીતિવિજ્ઞાન કે સમાજશાસ્ત્રના અર્થમાં ઊંડા ઊતરવાની આવશ્યક્તા નથી. ભિન્ન ભિન્ન રાષ્ટ્રોના વર્તમાન નાયકે જ એ સત્યના પ્રત્યક્ષ પ્રમાણભૂત છે. પ્રજાનો નેતા તે પ્રજાને સેવક છે. સેવકને કાંઈ દાન ન જોઈએ. સેવકને કાંઈ પૂજા ન જોઈએ. પૂજાની ઇચ્છાથી કરેલી સેવા એ સેવા જ નથી.
ધાર્મિકવૃત્તિવાળા પિતાને “ધર્માત્મા કહેવડાવવાનો વિચાર સરખે પણ ન કરે. દંભનું નામનિશાન પણ તેમના ચારિત્રમાં ન મળે.
જેણે તદ્દન ઇન્દ્રિયદમન કર્યું છે અને શરીરયાત્રાને જ સારુ જેની ઇન્દ્રિયો વ્યાપાર કરે છે, જેણે સર્વવિકારેને જીતી લીધા છે અને જેણે આત્માને પીછા છે તે ધર્માત્મા છેધર્મનાયક છે.”
જે પુરુષ સાધુજીવન ગાળે છે, જેની વૃત્તિઓ સાદી છે, જે સત્યની સાક્ષાત મૂર્તિ છે, જે. નમ્રતામય છે, જે સત્યનું સ્વરૂપ છે, જેણે પિતાપણું–હુંપદને આત્યંતિક ત્યાગ કર્યો છે તે પુરુષ પિતે જાણે અથવા ન જાણે તે પણ ધર્માત્મા–ધર્મપુરુષ–ધર્મનાયક છે. આવા ધાર્મિક પુરુષને શાસ્ત્રકારો સ્થવિર' શબ્દથી સંબંધે છે. “સ્થવિર” શબ્દ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણેથી સંપન્ન વૃદ્ધ એ અર્થમાં વપરાએલે છે એ ઉપર આપેલી “સ્થવિર’ શબદનો શાસ્ત્રીય વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ જણાય છે.
દશવિધ ધર્મોની સુવ્યવસ્થા કરવા માટે.-સ્ત્રકારોએ દશવિધ સ્થવિરેની યોજના કરી છે.