________________
૧૪૪
ધર્મ અને ધર્મનાયક આદિ ધર્મોનું પૂર્વાપર જ્ઞાન ધર્મનાયકને અવશ્ય હેવું ઘટે. જે મનુષ્ય એકાંગી દષ્ટિથી ધર્મોને વિચાર કરે છે તે મનુષ્ય દુર્વ્યવસ્થા અને સુવ્યવસ્થાને વિવેક શું કરી શકે ? માટે ધર્મનાયકે ગ્રામમાં સુવ્યવસ્થા અને સુખશાન્તિ સ્થાપિત કરવા માટે વિવેકદષ્ટિ અવશ્ય કેળવવી જોઈએ.
ગામમાં દુવ્યવસ્થા પેદા થવાથી ગામ હમેશાં પતનને પથે ઘસડાય છે. જે ગામમાં સુવ્યવસ્થા ન જળવાય તે ગામમાં ચેરી થાય છે, વ્યભિચાર વધે છે, લેકે ભૂખે મરે છે અને આખરે ગ્રામ્યજીવનનું પતન પણ થાય છે. આ વાત ધ્રુવ-સત્ય છે. કારણ કે એક તે અવ્યવસ્થિત ગામમાં સામાન્ય રીતે અનાચાર ફેલાએલે હોય છે અને જ્યારે લેકેને ખાવાને અન્ન અને પહેરવાને માટે પૂરતાં કપડાં પણ મળતાં નથી ત્યારે તે અનાચારની અવધિ રહેતી નથી. અનાચાર–અત્યાચારને રોકવા માટે અને કોને સત્ય અને ન્યાયના માર્ગે લાવવા માટે એક ગ્રામનાયક-સુવ્યવસ્થાપકની આવશ્યક્તા રહે છે કે જે અવ્યવસ્થા દૂર કરી ગામમાં સુવ્યવસ્થા સ્થાપિત કરે.
આજે ગામડાઓમાં સ્થવિરો-ગ્રામસેવકો ઘણું ઓછા છે. અને તેથી ગ્રામોદ્ધારનું મહત્વનું કામ વ્યવસ્થિત થતું નથી. ગ્રામનાયકે જે ગ્રામોદ્ધારના કામમાં પોતાની શક્તિને ઉપયોગ કરે તે નગરોદ્ધાર અને રાષ્ટ્રોદ્ધાર કરવામાં વાર ન લાગે. ગ્રામનાયકનું ગામની વ્યવસ્થા કરવામાં શું સ્થાન છે ? તે વાત ઘણી જ વિસ્તૃત છે. પણ નીચેના એક બૌદ્ધશાસ્ત્રીય ઉદાહરણથી એ વાતને સંક્ષિપ્ત સાર સમજવામાં આવી જશે--
કોઈ એક ગામમાં “મઘા” નામને એક ગ્રામનાયક રહેતા હતું. આ એક જ ગ્રામસેવકે પિતાના ચારિત્રબળથી, પ્રજાના પ્રેમથી અને પિતાના વ્યક્તિત્વના પ્રભાવથી આખા ગામમાં એવી સુંદર પ્રતિષ્ઠા જમાવી હતી કે ગામના લોકો તેના વચનને ધર્મવચન માની માથે ચડાવતા હતા. મઘાનું પડયું વચન સા કેઈઝીલી લેતા હતા.