________________
સૂત્રથમ
આ વાતની સાક્ષી આપે છે. પહેલાં એ જેનપુરી હતી. આજે એ ધાર સ્ટેટને આધીન છે. ત્યાંના ગરીબ અને રાયપીડિત ભીલનું તે આશ્વાસનદાયક સ્થાન બન્યું છે. આજે એ એકસરખી બાંધણી અને નમુનાનાં મકાને જોઈ પૂર્વચિત્ર આબેહૂબ ખડું થાય છે.
એક સરખાં મકાન શાથી ? એ પ્રશ્નોને ઉત્તર એ છે કે ત્યાં સાચું સ્વધર્મીવાત્સલ્ય હતું, આપણુમાં એક જુની છતાં અમૂલી કહેવત છે કે “પંચકી લકડી એક બેજ.” આ કહેવત સૌએ સાંભળી હશે.
માંડળગઢના જેને નિયમ હતું કે પિતાને ન સ્વધર્મી આવે અટલે ઘરદીઠ એક રૂપિયો અને એક ઈંટનું આતિથ્ય ધરવું. એક લાખ ઘર એટલે આવેલો સ્વધની સીધે લખપતિ અને બંગલાવાળો બને. આનું નામ જૈન સમાજનું સ્વધર્મીવાત્સલ્ય.
આ સ્વમીવાત્સલ્યની આરાધના કરવાથી સહેજે સમાનતા આવી જાય છે અને આવી સમાનતા વિશ્વવ્યાપી સાચી માનવતામાંથી જન્મે, અને માનવતાને પ્રચાર તથા વિકાસ થાય એ જ જૈનસંસ્કૃતિને આદર્શ છે.
પણ આનો અર્થ એ નથી કે બધાએ જેનેએ લખપતિ બનવું જોઈએ ! અને જે જૈને લખપતિ બને તે બીજી પ્રજાનું શું? અપરિગ્રહ એ તે જેનોનું મુખ્ય વ્રત છે, અને હેવું જોઈએ.
જ્યાં સાચી બાંધવવૃત્તિ ફુરે છે, ત્યાં સંગઠન સહેજે થઈ જાય છે અને જ્યાં બંધુત્વભર્યું સામાજિક જીવન અને મહામૂલી સ્વતંત્રતા છે ત્યાં જ સાચો સ્વધર્મીવાત્સલ્યને ગુણ વિકસેલ છે.
જ્યાં ભિન્ન વિચારવાળા, ભિન્ન ધર્માવલમ્બી પતિપત્ની, અથવા સ્વામી સેવક હોય છે, ત્યાં પ્રાયઃ વિચારોની અસમાનતા રહે છે અને તેનું પરિણામ પણ કઈ કઈ વખતે ઘણું ભયંકર આવે છે; એટલા માટે સહધર્મની સાથે સંબંધ રાખવાથી સમકિતાદિ ગુણોની વૃદ્ધિ થવાનો સંભવ છે. ..