________________
ધર્મ અને ધમનાયક જે ધર્મ આત્મા જેવી અગમ્ય વસ્તુને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાક્ષાત્કાર કરાવે છે, તે ધર્મ જગતમાત્રને વિશ્વમૈત્રી અને નિરવૃત્તિના સ્નેહસૂત્રથી સૂત્રબદ્ધ કરે અને વૈજ્ઞાનિક તવોનું સફલતાપૂર્વક અન્વેષણ કરી જગતમાત્રને નવીન આવિષ્કારોથી આશ્રર્યાન્વિત કરે એ સ્વાભાવિક છે. આ પ્રમાણે જે વ્યક્તિ જીવનમાં વિશ્વબંધુત્વ અને જૈનત્વ પ્રગટાવે છે તે જીવનધર્મ–આત્મધર્મને સાક્ષાત્કાર કરે છે અને તે ન શોધેલું શોધી અને શોધેલું જીવનમાં ઉતારીને આત્મશુદ્ધિ સાધે છે. જીવનશુદ્ધિ સાધી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવું એ જ સાચો જીવનધર્મ છે. સર્વે કુતિઃ સતુ, સર્વે નુ નિરામય !
शिवमस्तु सर्व जगतः બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ અને જગત માત્રનું કલ્યાણ થાઓ. આ જીવનધર્મનાં ધ્યેયમ–ો છે.