________________
૧૨૮
ધર્મ અને ધર્મનાયક પ્રજાની મનોવૃત્તિથી તંદન પ્રતિકૂલ છે. મધ્યયુગથી જ યુરોપમાં રાજાઓ તથા સમ્રાટોના અત્યાચાર–અનાચાર તથા ધાર્મિક દમન એટલાં બધાં ફેલાઈ ગયાં હતાં કે જેથી વ્યક્તિની પાસે સ્વતન્નયતા રહી ન હતી. એટલા માટે યુરેપની પ્રજા સ્વતન્ત્રતાને અત્યન્ત આત્મપ્રિય અને પવિત્ર માનવા લાગી અને તેની પ્રાપ્તિ માટે પ્રાણની પણ પરવા ના કરી. તેમનો પ્રધાન સૂર એ જ હતું કે “અમને સ્વતન્નતા આપે અથવા મૃત્યુ” પણ તેમની સ્વતન્નતા વૈયક્તિક સ્વતન્નતા હતી. રાષ્ટ્રીય સ્વતન્ત્રતા ન હતી. આવી વૈયકિતક સ્વતંત્રતા ચીનમાં અતિ પ્રાચીન કાળમાં પણ હતી. પણ રાષ્ટ્રીય સ્વતન્નતા આગળ વૈયક્તિક સ્વતન્ત્રતાની જરાપણ કીંમત નથી. માટે ચીન પ્રજાએ હવે રાષ્ટ્રીય રવતંત્રતાની પ્રાપ્તિ માટે વૈયક્તિક સ્વતન્નતાનું બલિદાન આપવું પડશે. અત્યારે ચીનરાષ્ટ્રને આદર્શ વૈયક્તિક સ્વાધીનતા નહિ પણ રાષ્ટ્રની પૂર્ણ સ્વાધીનતા છે.
પ્રજા જ રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે. માટે રાષ્ટ્રનું કાર્ય વ્યવસ્થિત ચલાવવા માટે રાષ્ટ્રશક્તિને પાંચ વિભાગમાં વિભાજિત કરી દેવી જોઈએ-૧ શાસન. ૨ વિધાન. ૩. ન્યાય. ૪ પરીક્ષણ તથા (૫) નિરીક્ષણ. રાષ્ટ્રશકિતને આ પ્રમાણે વ્યવસ્થિતરૂપ આપવાથી રાજ્યવ્યવસ્થા સારી ચાલશે અને ફલતઃ રાષ્ટ્ર અને પ્રજા વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે.
એક બાજુ શાસન – સુદઢ હોય અને બીજી બાજુ શાસનયત્રને ચલાવનાર પ્રજા પણ બળવાન બને તે શાસનશક્તિ રાજતન્ન અને પ્રજા વચ્ચે બરાબર વહેચાએલી રહી શકશે. આ પ્રમાણે શાસનશક્તિની વ્યવસ્થા થાય ત્યારે પ્રજાસંધ પૂર્ણ પ્રજાતત્ર પ્રાપ્ત કરી શકે.