________________
પરિશિષ્ટ
* ૧૨૭ પ્રત્યેક પ્રજામાં પિતાના રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રીય-આત્મા, રાષ્ટ્રીય સ્વભાવ અને રાષ્ટ્રીય સજગતા અવશ્ય હેવી જોઈએ. કારણ કે પ્રજાની રાષ્ટ્રીય ભાવનામાં રાષ્ટ્રનું ઉત્થાન રહેલું છે. જે પ્રજામાં રાષ્ટ્રીય ભાવના ન હોય અથવા લુપ્તપ્રાયઃ થઈ ગઈ હોય તે રાષ્ટ્રધર્મનું અધઃપતન અવસ્થંભાવી છે.
જે પ્રજાસંધમાં સંગઠન છે તે પ્રજાને રાષ્ટ્ર અજેય-અમર છે. ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે.
પ્રજાની શક્તિ
રાજસત્તાનું અસ્તિત્વ પૂરેપૂરું પ્રજાના હાથમાં છે. આજ વાત ને સૈિકાઓ પહેલાં ચીની મહર્ષિ મનસૂસે ( Mencius ) કહ્યું હતું કે-“પ્રજા સૌથી વિશેષ મૂલ્યવાન છે–ત્યારબાદ મંદિર અને અંતમાં રાજામહારાજાઓ.”
પણ ઇતિહાસ ઉપરથી તે એથી તદ્દન ઊલટું જણાય છે કે વેચ્છાચારી રાજાઓએ તથા સમ્રાટોએ હમેશાં પ્રજાના અધિકારોનું અપહરણ કર્યું છે અને કરતા આવ્યા છે.
પ્રજાસંઘની દ્વારા રાજ્યનું સંચાલન હોવું જોઈએ એ વર્તમાન યુગને અવાજ છે. જેથી વર્તમાનયુગને આપણે પ્રજાતત્રંને યુગ તરીકે ઓળખીએ છીએ. પ્રજાતંત્ર માટે અનેક વિદ્રોહ થયાં છે. જેમાં અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ અને ફન્સની રાજ્યક્રાન્તિ સફલતામાં અગ્ર સ્થાન ધરાવે છે. પણ તેઓએ રાજ્યક્રાન્તિની સફલતા માટે ખૂનખાર મારામારી કરી હતી અને લેહીની નદીઓ વહેવડાવી હતી.
શું અમેરિકા અને ફ્રાન્સની મારામારી દ્વારા સ્વાતન્ય પ્રાપ્ત કરવાનો આ આદર્શ ચીનને માટે આદરણુય છે? નહિ, કદાપિ નહિ. ડે. સન-યાત-સેન આ વાતને સ્પષ્ટ કરે છે કે મારામારી દ્વારા સ્વાતન્ય પ્રાપ્તિને આદર્શ ચીન રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિથી અને ચીન