________________
પરિશિષ્ટ
૧૭ ગણરાજ્ય શાસનની સુવ્યવસ્થા જાળવવા માટે વારંવાર સંથાગાર”-Town hall માં વિચારવિનિમય કરવા મળતા અને પ્રાહિત વિષે ઉપાય યોજતા.
ભગવાન મહાવીરના સમયમાં ભારતવર્ષમાં ગણધર્મની સુંદર પ્રતિષ્ઠા હતી. તે વખતે કેઈની એકહલ્થ સર્વોપરી રાજસત્તા ન હતી. ત્યારે છૂટાછવાયાં નાનાંમોટાં રાજ્ય હતાં. મેટાં રાજ્ય રાજસત્તાક અને નાનાં રાજા ગણસત્તાક હતાં. - રાજસત્તાક રાજ્યમાં મગધનું રાજ્ય, કાસલનું રાજ્ય, વત્સનું રાજ્ય અને અવન્તીનું રાજ્ય એમ એ ચાર રાજ્યો મુખ્ય જણાય છે, જ્યારે ગણસત્તાક રાજ્યોમાં લિછવિવંશીય, વજિજવંશીય, કાલ્મિવંશીય, જ્ઞાતૃવંશીય, મલ્લવંશીય, વગેરે ક્ષત્રિના ગણરાજ્યો મુખ્ય જણાય છે. આ ગણસત્તાક રાજ્ય લગભગ તે વખતે ૧૮ની સંખ્યામાં હતાં અને તે ગણરાજ્યમાં મુખ્યતઃ વૈશાલી, કુડપુર, કપિલવસ્તુ, કુશીનાર, પાવા વગેરે સ્થાને હતાં.
આ ગણસત્તાક રાજ્યોમાં સંગઠન સુંદર હતું. રાજ્યવ્યવસ્થા વ્યવસ્થિત હતી અને રાજા અને પ્રજા વચ્ચે ધર્મભાવ વિશેષ હતા એ વાત શ્રી જિનાગ અને શ્રી બુદ્ધાગનાં વર્ણને ઉપરથી સ્પષ્ટ જણાય છે.
આ ગણુસત્તાક રાજયોના ગણનાયક વૈશાલીના અધિપતિ ચેટક હતા કે જે ભગવાન મહાવીરના સંસારપક્ષે મામા થતા હતા.
આ રાજસત્તાક અને ગણસત્તાક રાજ્યોને આછે ખયાલ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં (પૃ. ૫૫) તેમજ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની ટીકામાં જણાવેલ ૨પા આર્યદેશનાં નામ ઉપરથી આવી શકે છે. શ્રી. અંગુત્તર નિકાય (૧, ૨૧૩) નામના બુદ્ધાગમમાં પણ સોળ દેશનાં નામો ગણુવતાં એ દેશને ઉલ્લેખ કર્યો છે.
* See:- 'Buddhist India’ By Rhys Davids ch. I, II.