________________
૧૩૦
ધર્મ અને ધર્મ નાયક ચેક કે દૂડીરૂપે સ્વીકાર નહિ થાય. તેમ જ બને ત્યાં લગી સત્ય પાળનારની હૂંડી ઈશ્વરની દુકાને વટાવી નહિ શકાય.
ઈશ્વર પિતે નિશ્ચય, વતની સંપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ ફરે તે એ ઈશ્વર મટે. સૂર્ય મહાવ્રતધારી છે, તેથી જગતનો કાળ નિર્માણ થાય છે ને શુદ્ધ પંચાંગે રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હંમેશા ઊગ્યો છે ને હંમેશાં ઊગ્યાં કરશે, ને તેથી જ આપણે આપણને સુરક્ષિત માનીએ છીએ. વેપારમાત્રને આધાર એક ટેક ઉપર રહ્યો છે. વેપારીઓ એકબીજા પ્રત્યે બંધાય નહિ તે વેપાર ચાલે જ નહિ. આમ વ્રત સર્વવ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણું મનમાં કદી શંકા ન જ ઊઠે.
– ગાંધીજી.
પરિશિષ્ટ ૬ હું
ગણધર્મ પ્રાચીન ભારતનું રાજ્ય ધર્મરાજ્ય જેવું હતું. રાજા અને પ્રજા વચ્ચે ધર્મસંબંધ હતું. રાજાના હિતમાં પ્રજા પિતાનું હિત અને પ્રજાના હિતમાં રાજા પિતાનું હિત સમજો. આ પ્રમાણે રાજ્યશાસન સારી રીતે ચાલતું. રાજ્યશાસન સુવ્યવસ્થિત ચાલવામાં એક મુખ્ય કારણ ગણધર્મની પ્રતિષ્ઠા હતી. ગણધર્મને આજની સભ્ય ભાષામાં પ્રજાસત્તાત્મક શાસનપ્રણાલી કહી શકાય. રાજા પણ પ્રજાના પ્રતિનિધિરૂપે કાર્ય કરતા. એટલે પ્રજા પિતાની ઉપર પિતે શાસન ચલાવતી. આ પ્રજાસતાત્મક શાસનપ્રણાલીથી ગણરાજ્યની ઋદ્ધિ અને સિદ્ધિ ઘણાં સમૃદ્ધ બન્યાં હતાં અને ગણરાજ્યોનો પરસ્પર નેહસંબંધ ઘણે ગાઢ હતે.