________________
પરિશિષ્ટ
૧૨૯ પરિશિષ્ટ પ મું
વ્રતધર્મની આવશ્યકતા વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તે વ્રતની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય. એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતને અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ હોય તેમને નિશ્ચય એ વ્રત ન કહેવાય. એ રાક્ષસી વૃત્તિ છે. અને અમુક નિશ્ચય જે પુણ્યરૂપે જણ હેય તે આખરે પાપરૂપ સિદ્ધ થાય તે તે છેડવાને ધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ એવી વસ્તુને વિષે વ્રત કઈ લેતું નથી; લેવું જોઈએ નહિ. જે સર્વમાન્ય ધર્મ ગણાય છે, પણ જે આચરવાની આપણને ટેવ નથી પડી તેને વિષે વ્રત હેય. સત્ય કહેતાં કેઈને હાનિ થઈ જશે તે? એ વિચાર સત્યવાદી કરવા ન બેસે. સત્યથી આ જગતમાં કેાઈને હાનિ થતી નથી ને થવાની નથી, એવો પોતે વિશ્વાસ રાખે. દેહ જાઓ અથવા રહે, મારે તે ધર્મ પાળવો જ છે, એ ભવ્ય નિશ્ચય કરનારા જ પરમાત્માની ઝાંખી કોઈ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઈ સૂચક નથી, પણ બળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તે પછી કરવી જ એનું નામ વ્રત, અને એમાં બળ છે. પછી આને વ્રત ન કહેતાં બીજે નામે ઓળખો તેની હરક્ત નથી. પણ ‘બનશે ત્યાં લગી કરીશ” એમ કહેનાર પિતાની નબળાઈનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે. ભલે તેને પિતે નમ્રતાને નામે ઓળખાવે. એમાં નમ્રતાની ગંધ સરખીયે નથી, ‘બને ત્યાં સુધી’ વચન શુભ નિશ્રામાં ઝેર સમાન છે એમ મેં તે મારા પિતાના જીવનમાં ને ઘણાંઓનાં જીવનમાં જોયું છે. “બને ત્યાં સુધી” એટલે પહેલી અગવડે પડી જવું.
સત્ય બને ત્યાં સુધી પાળીશ.” એ વાક્યનો અર્થ જ નથી. વેપારમાં કાઈ બને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવા ચિટ્ટીને ક્યાંયે