________________
૧૩૮:
ધર્મ અને ધનાયક અર્થ અસ્તિ–પ્રદેશની કાય અર્થાત સમૂહને અસ્તિકાય કહે છે; તદ્દરૂપ જે ધર્મ છે તે ગતિ અને પર્યાયમાં જીવ અને પુદ્ગલેને. ધારણકર્તા હોવાથી અસ્તિકાય–ધર્મ કહેવાય છે.
અહિં ટીકાકારે પંચાસ્તિકાયમાંથી કેવળ ધર્માસ્તિકાયને જ અસ્તિકાયધર્મ ગણાવ્યો છે. આને તાત્પર્યાર્થ એ છે કે ભગવતીજી સૂત્રમાં ધર્માસ્તિકાયના અભિવચન અર્થાત અનેક નામમાં ધર્મ અને ધર્માસ્તિકાયને સાધમ્યરૂપે એક માનવામાં આવ્યું છે. ત્યાં નીચે પ્રમાણે પાઠ છે –
धम्मत्थिकायस्स णं भंते केवइया अभिवयणा पण्णता ? गोयमा ! अणेगा अभिवयणा पण्णता । तंजहाः-धम्मेति वा, धम्मत्थिकाए वा, पाणाइवायवेरमणेत्ति वा, मुसावायवेरमणेत्ति वा, एवं जाव परिग्गहवेरमणे. कोहविवेगेत्ति वा, जाव मिच्छादसणसल्लविवेगेत्ति वा, इरियासमिएत्ति वा, भासासमिएत्ति वा, एसणासमिएत्ति वा, आदाणभंडमत्तनिकखेवणासमिएत्ति वा, उच्चारपासवणखेलजल्लसिंघाणपारिठावणियासमिएत्ति वा जे, या अण्णे तहप्पगारा सव्वे ते धम्मत्थिकायस्स अभिवयणा ॥
આ પાઠ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ધર્મ અને ધર્માસ્તિકાય, નામના સાધમ્યથી બન્નેને એક જ માનવામાં આવ્યાં છે; આથી ટીકાકારે અસ્તિકાય-ધર્મમાં ધર્મ શબ્દની સાથે ધર્માસ્તિકાયનું જ ઉદાહરણ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ધર્માસ્તિકાયનું ધર્મ સાથે સાધમ્ય બતાવવાનું કારણ એ પણ છે કે ધર્માસ્તિકાય ગતિસહાયક દ્રવ્ય છે; એટલા માટે કર્મને નાશ કરવામાં ધર્માસ્તિકાયની પણ સહાયતા પહોંચે છે. કદાચ આ અભિપ્રાયથી શાસ્ત્રકારોએ ધર્મ અને ધર્માસ્તિકાયને એક નામથી બતાવ્યું હોય.
અસ્તિકાયનાં પાંચ ભેદ છે. તેમાં જીવાસ્તિકાય પણ છે. અત્રે છવાસ્તિકાય સાથે સંબંધ હોવાથી જીવનધર્મના અર્થમાં અસ્તિકાય ધર્મનું વર્ણન કર્યું છે.