________________
જીવનધ
૧૧૭
અમર બનાવનાર તે અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદને સાદી ભાષામાં વિવેકબુદ્ધિ અથવા સમન્વયબુદ્ધિ કહી શકીએ, વિવેક વિના જેમ ધર્મ પણ અધર્મ બની જાય છે. તેમ અનેકાન્ત દૃષ્ટિ વિના ધ`મય કૃત્ય અધ°મય બની જાય છે. અનેકાન્તવાદ તે વિચારવૃક્ષનું સુફળ છે. અનેકાન્તવાદ એ જૈનધર્મની ખાસ વિશિષ્ટતા છે. વિરાધીઓનું દમન અને પેાતાનું શમન કરનાર અનેકાન્તવાદ એક સબળ શસ્ત્ર છે. આ શસ્ત્રથી વિજયપ્રાપ્તિ અવશ્ય થાય છે. અનેકાન્તવાદ અને અહિંસાવાદના સુમેળ થાય છે ત્યારે આત્મવિજય અવશ્ય થાય છે.
'
(૫) આત્મવિશ્વાસ–આત્મવિજયના મૂલમંત્ર-વિજયાંાક્ષી ખની આત્મવિશ્વાસપૂર્વક પ્રયત્ન કરવા એ આત્મવિજયને મૂલમંત્ર છે. આત્મવિશ્વાસને જૈનધર્માંની પરિભાષામાં ‘ સમ્યકત્વ ’ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ-સમ્યક્ત્વ-વિના આત્મવિજય થવા મુશ્કેલ છે. પેાતાની આત્મશકિતમાં સપૂર્ણ વિશ્વાસ રાખી પ્રવૃત્તિ ક્યૂ જવી એમાં જ આત્મવિજય રહેલા છે. બહારની કાઈપણ શક્તિ ઉપર આધાર રાખી પ્રવૃત્તિ કરવાથી આત્મવિજય પ્રાપ્ત કરવા કઠણુ છે. તમારી પોતાની જ શક્તિ તમને આત્મવિજય પ્રાપ્ત કરાવી શકશે. બહારની કાઈપણ જડશક્તિ તમારામાં જીવનપ્રાણ પૂરી નહિ શકે.
પોતાની આત્મશકિતમાં પૂરેપૂરા આત્મવિશ્વાસ રાખેા અને આત્મવિશ્વાસપૂર્વક પ્રવૃત્તિ કયે જા; એમાં જ પોતાના આત્મવિજય રહેલા છે. સમ્યક્ત્વ-આત્મવિશ્વાસ-જ આત્મવિજયના મૂલમંત્ર છે. આ મૂલમંત્ર સમજયા પછી આત્મવિજય પ્રાપ્ત કરવા મુશ્કેલ નથી.
વિશ્વમાત્રને જીતવાને આ વિજયમંત્ર છે. જે ધમ વિશ્વમાત્રને જીતવાના આવે! અમેાધ વિજયમંત્ર શીખડાવે છે, તે ધર્મ માનવસમાજનું જ નહિ જગતમાત્રનું કલ્યાણ કરનારા હાય એમાં શું આશ્ચય ?