________________
૧રર.
ધર્મ અને વિનાયક ધર્મ નથી. અજ્ઞાન, ભોળપણું અને અંધશ્રદ્ધા એ ત્રણ દેથી કલુષિત થયેલ ધર્મ અધર્મની કક્ષાએ પહોંચી જાય છે તે વસ્તુ જુદી છે; અને મૂળમાં જ જે ધર્મ નથી પણ કેવળ સીફતથી ધર્મનું રૂપ ધારણ કરે છે તે વસ્તુ પણ જુદી છે. માનવઇતિહાસમાં ઉપર જણાવેલા ધર્મના બન્ને પ્રકાર બહોળા પ્રમાણમાં મળે એટલે મનુષ્યસમાજ પાકટ છે, પરંતુ આ બન્ને વસ્તુનું પૃથક્કરણ કરી તેમનું યથાર્થ સ્વરૂપ ઓળખવાની તસ્દી મનુષ્ય હજી લીધી નથી.
કઈ ચાલુ દુકાન પિતાની આબાદી કાયમ રાખવા અને વધારવા જેમ વારંવાર જૂને અને નકામે થયેલે માલ કાઢી નાંખે છે; અને પડી રહેવાથી બગડેલા માલને વાળીઝૂડી સાફ કરી ઊજળો કરે છે તે જ રીતે ધર્મ વારંવાર પિતાનું સંસ્કરણ કરવું જોઈએ. પરંતુ એ સંસ્કરણ ખરું સોનું પારખવાની અને સંભાળી રાખવાની જેમનામાં શક્તિ છે એવા કુશળ, ધર્મ સમાજસેવકને હાથે જ થવું જોઈએ. જગતમાં વધી પડેલી ઘણીખરી પ્રચલિત નાસ્તિક્તાનું કારણ ધર્મસંસ્કરણને અભાવ જ છે.
–કાકા કાલેલકર
પરિશિષ્ટ ર નું
ગ્રામધર્મ જ્યાં સુધી માનવસમાજનું જીવન અન્ન અને વસ્ત્ર ઉપર અવલંબિત છે ત્યાં સુધી સમાજને ખેતી જ એકમાત્ર મહત્વપૂર્ણ અને અનિવાર્ય ધધ રહેશે અને ખેતીને માટે માનવસમાજે ગામડાઓમાં જ રહેવું પડશે.
અન્ન અને વસ્ત્રોની સિવાય મનુષ્યોને જ્યારે બીજી આવશ્યક્તાઓ ઊભી થશે ત્યારે તેની પૂર્તિ કરવા માટે તથા પરસ્પરાવલંબી સમાજને