________________
૧૨૪
ધર્મ અને ધર્મનાયક અને સમાજ સુધારો થોડેઘણે અંશે દેખાય છે તેનું ખમીર ગામડાંએમાં બહુજ ચેડા પ્રમાણમાં પહોંચે છે.
દેશદેશાન્તરમાં વખણાય છે તે આપણો ધર્મ અને ગામડાંમાં પળાય છે તે ધર્મ એક રહ્યા નથી. ગામડાંમાં સાચેસાચી ધર્મનિષ્ઠ, પવિત્ર આસ્તિકતા અને ઉચ્ચ ચારિત્ર્યસંપત્તિ કાલ સુધી હતાં; આજ પણ તેના અવશેષ દેખા દે છે; પરંતુ અબુદ્ધિ, જડતા અને નાસ્તિકતાનું જ સામ્રાજ્ય ત્યાં સાર્વત્રિક થવા બેઠું છે. એ કારણથી ગામડાના સમાજમાં ઘડપણું વધારે દેખાય છે. ગામડાંમાં અજ્ઞાન છે. અનારોગ્ય છે અને ગરીબી છે. આ ત્રણે જે દૂર ન કર્યા તે ગામડાંને સમાજ હવે ટકવાને જ નથી. પરંતુ જ્ઞાન, આરોગ્ય અને ઉદ્યોગ બહારથી લેકે પર કેટલાંક લાદી શકાય! બહારથી લાદવાના ઉપાયોને મર્યાદા છે. આ તારક ત્રિપુટીને લેકોએ સ્વેચ્છાથી જ સ્વીકાર કરવો જોઈએ અને તેનો સ્વેચ્છાથી જ સ્વીકાર થાય તે પહેલાં સમાજનું ઘડપણ જવું જોઈએ. સમાજમાં ઉત્સાહ અને ઉત્થાન આવવાં જોઈએ. ધર્મસંસ્કરણ સિવાય આ વાત બનવાની નથી તેથી બીજી બધી વાતે કરતાં ગામડાંમાં ધર્મસંસ્કરણનો યથાયોગ્ય પ્રયત્ન થવો જોઈએ.
ગામડાંઓમાં જે ધર્મ પળાય છે તેમાં ભય, લાંચ, દૈવવાદ અને જંતરમંતરવાળો કર્મકાંડ એ બધું મુખ્ય હેય છે. –કાકા કાલેલકર
પરિશિષ્ટ ૩ જું નગરધર્મ
ચલેકેની માનવ તથા નાગરિક અધિકારઘોષણા
(૨૩ મી જૂન ૧૭૮૩) ૧. સમાજને હેતુ સાર્વજનિક કલ્યાણ છે. આ સ્વાભાવિક તથા કાલાબાધિત અધિકારના ભેગવટાની માણસને ખાત્રી આપવા સારુ રાજ્ય સ્થાપવામાં આવ્યું છે.