________________
૧૧૬
ધર્મ અને ધર્મનાયક કોઈને પણ અધિકાર નથી. બધા જ જીવવા ચાહે છે, મરવા કઈ ચાહતું નથી. બધા નિર્ભય-ભયરહિત બનવા ચાહે છે માટે નિર્ભય બને, બીજાને નિર્ભય બનાવો અને નિર્ભય બનનારને સહાય કરે. “ર્ફિલા પરમો ધર્મ એ સનાતન ધર્મનું મૂળ આ આત્મસ્વાતંત્ર્યના સિદ્ધાન્તમાં રહેલ છે. આત્મસ્વાતંત્ર્ય અને અહિંસાવાદને આ પહેલે વિજય મંત્ર છે.
(૨) કર્મવાદ-કર્મબંધનથી સ્વાધીન આત્મા પરાધીન બન્યો છે. કર્મબેડીના બંધને તેડી પરાધીન આત્માને સ્વાધીન બનાવવા જોઈએ. સ્વાધીન આત્માને કર્મબંધનથી બદ્ધ કરે, આત્માનું સ્વાતંત્ર્ય ઝૂંટવી લે એવી કોઈપણ પ્રકારની પરાધીનતા પછી તે સામાજિક હોય કે ધાર્મિક હોય તેને તાબે થવું નહિ. એટલું જ નહિ પણ ઈશ્વરની પણ પરાધીનતા સેવવી નહિ. કારણ કે જયાં પરાધીનતા છે ત્યાં દુઃખ છે અને જ્યાં સ્વાધીનતા છે ત્યાં સુખ છે.” દુઃખ કેશુ ચાહે ? બધા સુખ ચાહે છે. શાશ્વત સુખની ઈચ્છા કરનારે કર્મોની પરાધીનતા દૂર કરવી જરૂર છે. સુખ-દુઃખ અને પિતાના જ હાથમાં છે. કર્મ અનુસાર સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે. કેઈ ઈશ્વરીય શક્તિ સુખ-દુઃખ દેતી નથી. કર્મશક્તિના પ્રતાપથી આત્મા દુઃખી થાય છે અને કર્મશક્તિને નાશ કરવાથી આત્મા સુખી થાય છે.
(૩) સંઘશક્તિ-સંઘધમ–જીવનસંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવા માટે એક્યબળ-સંઘશક્તિની પરમાવસ્યતા રહે છે. ઐક્યબળ વિના જીવનસિદ્ધિ સાધવી દુષ્કર થઈ પડે છે. એટલા માટે સંઘશક્તિ કેળવવી આવશ્યક છે. સંધનું બળ એકત્રિત કરવું એ આત્મવિજય પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.
- (૪) સમન્વયબુદ્ધિ-અનેકાન્તવાદ-નયવાદ-દુશ્મનને પોતાના કાબુમાં લાવવાનું બીજું અમેઘ સાધન તે અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદ વિરોધી પક્ષને સમજાવવાનું અને પોતાના પક્ષને મજબૂત કરવાનું એક સબળ સાધન છે. વિરોધીઓને પણ અમૃતપાન કરાવી