________________
ચારિત્રધર્મ
૧૦૭ તે અવિવાહિત રહેવાની જ કેશીષ કરે. વિવાહિત સ્થિતિ કે જે
તરફ ઉડતી વૃત્તિઓને અટકાવવા માટે–સંકોચવા માટે છે તે સ્થિતિ છે ઉભયને કે ઉભય પૈકી એકને અસં તેનું કારણ થઈ પડે તે ઉલટી બેવડી હાનિકારક છે. માટે તમારી શક્તિ, તમારા વિચારે, તમારી સ્થિતિ, તમારાં સાધનો અને પાત્રની યેગ્યતા એ સર્વને ઊંડે વિચાર કરીને જ પરણે અથવા કુંવારા રહે. પરણવું એ જ માણસને મુખ્ય નિયમ અને કુંવારા રહેવું એ અપવાદ મનાય તેને બદલે કુંવારા રહેવું અને સઘળી અથવા મુખ્ય બાબતોની અનુકુળતા હોય તે જ પરણવું એ મુખ્ય નિયમ મના જોઈએ. અને વિવાહિત સ્થિતિને વિષયવાસનાની અમર્યાદ થેચ્છ સ્વતન્ત્રતા તરીકે ભૂલેચૂકે પણ માનવી ન જોઈએ.
ગૃહસ્થ તે વાસનાને સંક્ષેપ અને આત્મિક ઐક્ય કરતાં શીખવું જોઈએ અને અશ્લીલ શબ્દોથી, અશ્લીલ દેખાવાથી અને અશ્લીલ કલ્પનાઓથી દૂર રહેવું જોઈએ. કેઈનાં લગ્ન તમે જેડી આપતા નહિ. તમને તે હક કેઈએ આપ્યો નથી. લગ્નના આશયને નહિ સમજનારા-સહચારીપણાના કર્તવ્યને નહિ પીછાનનારાં પાત્રોને એક બીજાની ફરજિયાત ગુલામગીરીમાં નાંખનાર માણસ ચોથા વ્રતને ભંગ કરે છે–દયાનું ખૂન કરે છે–ચોરી કરે છે–માટે ગૃહસ્થ ઇન્દ્રિયોને નિગ્રહ કરવામાં સજગ રહેવું એ ગૃહસ્થનું બ્રહ્મચર્યવ્રત છે.
પ-પરિપ્રહમર્યાદાવ્રત-ઇચ્છાપરિમાણવ્રત સૂત્રો રાણા મા સ્થૂલ પરિગ્રહથી વિરત થવું. અર્થાત-ગૃહસ્થ પરિગ્રહ અથવા માલકીની ઇચ્છાને સંકેચ કરવું જોઈએ. “હું બધું ભેગવું, હું ક્રોડપતિ થાઉં, હું મહેલને માલિક બનું” એવા હંમય, સ્વાર્થમય, સંકુચિત વિચારને જેમ બને તેમ ઓછા કરવા જોઈએ.