________________
ચારિત્રધર્મ
૧૦૯ ઉત્પન્ન થાય છે અને તે શારીરિક નિર્બળતા, માનસિક અધમતા અને બુદ્ધિહીનતાને જન્મ આપે છે માટે ઉપભેગ-પરિભેગના પદાર્થો જરૂર પૂરતાં જ–ઉપભોગના સિદ્ધાન્તને જવાબ આપે તેવા જ રાખે. આ પ્રમાણે ભોગપભોગેની મર્યાદા કરવી તે ગૃહસ્થનું ભોગઉપભેગપરિમાણવ્રત છે. ૮-અનર્થદંડ ત્યાગ
સફાઇલ જેમ-અનર્થદંડથી વિરમવું. અર્થાત – ગૃહસ્થ અર્થ વગરના વ્યાપારમાં–પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાને પ્રવર્તાવવી જોઈએ નહિ. તેમ ખટપટ, નિદા, દુર્ગાન, ચિન્તા, કુતર્ક, ખેદ તથા ભયમાં શરીરસંપત્તિ, ધનસંપત્તિ, સમયસંપત્તિ તથા સંકલ્પ-- સંપત્તિને દુરુપયોગ કરવો ન જોઈએ. કારણ કે આધ્યાન અથવા ચિન્તા અને રૌદ્ર ધ્યાન અથવા કેઈના ઉપર કેધમય વિચાર કરવા તે હિચકારું કામ છે, આનંદમય-વીરત્વમય આત્મપ્રભુને દ્રોહ કરવા સરખું કૃત્ય છે, કારણકે એવાં કૃત્યોથી મનુષ્યત્વ ક્ષીણ થાય છે. માટે અનર્થદંડનો ત્યાગ કરવો અર્થાત નિષ્પોજન પ્રવૃત્તિથી આત્માને દંડિત ન કરે તે ગૃહસ્થનું વ્રત છે. ક-સામાયિકવતા
ગૃહસ્થ પ્રતિદિન નિયમિત સમયે જ બને તેટલા વખત સુધી સમતલવૃત્તિ-સમભાવ શીખવાનો અભ્યાસ અથવા મહાવરો પાડે જોઈએ. ગૃહસ્થનું આ સામાયિક વ્રત છે. ૧૦-દશાવકાશિકત્રત
ગૃહસ્થ સ્વદેશ બહારથી મંગાવેલી ચીજ બનતાં સુધી વાપરવી ન જોઈએ. સ્વદેશપ્રેમ અને સ્વદેશાભિમાન રાખવું અને સ્વદેશને ભૂખે મરતે કરવામાં સાધનભૂત ન બનવું એ ગ્રહસ્થનું દેશાવકાશિક વ્રત છે.